વર્ષ ૨૦૨૨માં ૬ શખ્સો વિરૂધ્ધ ગે.કા. લાયન શો કરતા હોવાની ફરીયાદ નોધાય હતી. ત.માંથી ૪ શખ્સો અગાઉ ઝડપાયા હતા….
ઊના – બાબરીયા રેન્જમાં જામવાળા નજીક આવેલ ધબુક વિસ્તારમાં ૬ માસ પહેલા એટલે કે ૨૬ ઓક્ટોબર ૨૦૨૨ના
સેટલમેન્ટની જમીનમાં મૃત મુરધી બતાવી સિંહને જાણે કે પાલતુ કરી નાખ્યમ હોય તેમ ગે.કાયદેસર લાયન સો કરતા હોય અને એ
દિવસે પણ બહારના પ્રવાસી ઓને ઉચી રકમ લઇ ગે.કા. લાયન શો કરતા હોય અને તેમનો વિડીયો પણ ઉતારેલ હોય આ અંગેની
જાણ બાબરીયા રેન્જના આર એફ ઓને થતા આ ગે.કા. લાઇન શો કરનાર સાજીદ અલ્તાફ હોથ અને ઇલ્યાસ અદ્રેમાન હોથ તેમજ
ગે.કા. લાયન શો નિહાળનાર ઇમરાન ઇકબાલ મેમણ, ફય્યાજ અબ્દુલ શકુર કુરેશી, વાહીદ ઇકબાલ શેખ, અબ્દુલવહાબ
ગુલામમસ્તફા કટલરીવાળા સહીત ૬ શખ્સો સામે ગે.કા. લાયન શો નો ગુન્હો નોધાયો હતો. જેમાં સાજીદ અલ્તાફ હોથ અને
ઇલ્યાસ અદ્રેમાન હોથ નાશી છુટ્યા હોય તેમને શોધવા વનવિભાગની ટીમ દ્રારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા બાદ આ બન્ને
શખ્સોને વનવિભાગે ઝડપી પાડ્યા હતા. અને ગુન્હામાં વપરાયેલ બે બાઇક, એક મોબાઇલ, બે કુહાડી સહીતનો મુદામાલ કબ્જે કરી
ગીરગઢડા કોર્ટમાં રજુ કરતા કોર્ટે બન્ને આરોપીના ૪ દિવસના રીમાન્ડ મંજુર કરેલ…અત્રે ઉલ્લેખનીય છેકે અગાઉ પણ બાબરીયા
રેન્જમાં મુરધીને ઝાડ સાથે બાંધી ગે.કા. લાયન શો ની ઘટના પણ સામે આવેલ ત્યાર બાદ ફરી એક વખત જામવાળા ઘબુર વિસ્તારમાં
સેટલમેન્ટની જગ્યામાં મૃત મુરઘી બતાવી સિંહને શિકારની લાલચ આપી સિંહની રંજાડ અને ગેકા. લાયન શો ની ઘટના એ
ભુતકાળના લાયન શો ના દિવસો તાજા થયા હતા. આ ગે.કા. લાયન શોમાં ઝડપાયેલ બન્ને આરોપીઓ રીઢા ગુનેગાર હોય
આધારભુત સુત્રો માંથી મળતી માહીતી મુજબ આ બન્ને રીઢા ગુનેગારો દ્રારા લાયન શો નિહાળનાર પાસેથી રકમ વસુલ કરતા હોય
અને ગે.કા.લાયન શો કરતા હોવાનું જાણવા મળી રહ્યુ છે. તેમજ આ શખ્સો દ્રારા અનેક વખત ગે.કા.લાયન શો કર્યા હોવાનુ પણ
જાણવા મળી રહ્યુ છે..
બોક્ષ્ – ગે.કા. લાયન શો નો વિડીયો પણ ઉતારેલ…
જામવાળાના ધરબુક વિસ્તારમાં ગે.કા. લાયન શો કરનાર બન્ને રીઢા ગુનેગારે વિડીયો પણ ઉતાર્યો હતો જે વિડીયોવાયરલ પણ
થયેલો…
બોક્ષ્ –મૃત મુરઘી બતાવી સિંહને બોલાવામાં આવતા…
આ ગેકા.લાયન શો બતાવનાર શખ્સો સિંહને પાલતુ કરવાના પ્રયત્નો કરતા હોય તેમ ધબુક વિસ્તાર સિંહનો વિસ્તાર હોય તેથી મૃત
મરઘી સિંહને આપી સિંહને તેમની વાડીની આસપાસ હોય તેમને મૃત મુરઘી બતાવી સિંહને બોલાવી ગે.કા.લાયન શો કરતા…બોક્ષ્
–એક લાયન શો ના રૂ.૧૦ હજાર લેતા હોવાની ચર્ચા….
આ બન્ને શખ્સો સાજીદ અને ઇલ્યાસ ગે.કા. લાયન શો ના રૂ. ૧૦ હજાર લેતા હોવાની ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે. ત્યારે
અત્યાર સુધીમાં કેટલી વખત ગે.કા. લાયન શો કર્યા તેની પણ તપાસ થાય તેવી સિંહપ્રમિઓ માંથી માંગણી ઉઠવા પામેલ છે.


