ભવ્ય શોભાયાત્રા, મહાપ્રસાદ સહીત કાર્યક્રમો યોજાયા
જુનાગઢના માંગરોળમા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામ નો જન્મોત્સવની ધામધૂમ થી ઊજવણી કરાઈ હતી જેમાં પરશુરામ ભગવાન નુ પુજન વિધિ કરી બ્રહ્મસમાજ ના આગેવાનો સાથે બહોળી સંખ્યામાં ભાઇઓ બહેનો અને યુવાનો દ્વારા જય પરશુરામ ના જયઘોષ સાથે ડીજે ના તાલે વાજતેગાજતે ભવ્ય શોભાયાત્રા માંગરોળના કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે થી કાઢવામાં આવી હતી જે શોભાયાત્રા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હોદ્દેદારો દ્વારા બ્રહ્મસમાજ આગેવાનો અને બ્રહ્મસમાજ ની બહેનો નુ તેમજ બ્રહ્મસમાજ ના યુવાનોનુ શાલ ઓઢાળી ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યુ આ અવસરે ભારતીય જનતા પાર્ટી સહીત શહેર ના વિવિધ સંગઠનના આગેવાનો પ્રમુખો જોડાયા હતા
પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નિકળતા ધર્મ પ્રેમી લોકો દ્વારા ફુલ્લોની વર્ષાથી સ્વાગત કરાયુ હતુ તેમજ લોકો દ્વારા શોભાયાત્રાના રુટ ઉપર સરબત પાણી ની વ્યવસ્થા પણ કરાઈ હતી.આ શોભાયાત્રા કલ્યાણેશ્વર મંદિર થી શરુ કરી ટાવરચોક ખડાયતા વાડી ખાતે પુર્ણ કરાઈ હતી ત્યારબાદ બ્રહ્મસમાજની યુવા ટીમ દ્વારા ટાવરચોક થી માંગરોળના સાંઈ ધામ સુધી બાઈક રેલી નુ આયોજન કરી સાંઈઆશ્રમ ખાતે ધજા ચડાવી હર્ષોઉલ્લાસ સાથે ભગવાન પરશુરામ જન્મોત્સવ ની ઉજવણી કરાઈ હતી,,
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ,


