પ્રજાકીય પ્રશ્નોના ઉકેલ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે જૂનાગઢ તાલુકા (ગ્રામ્ય) કક્ષાનો સ્વાગત સપ્તાહ કાર્યક્રમ કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા અધ્યક્ષતામાં યોજાયો હતો.
જૂનાગઢ તાલુકા સેવા સદન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રીએ અરજદારોના પ્રશ્નો સાંભળ્યા હતા. અરજદારો તરફથી રજૂ થયેલા ૧૨ પ્રશ્નોનું સ્થળ પર જ સકારાત્મક નિરાકરણ થયું હતું. બાકી રહેલ બે પ્રશ્નોને ઉકેલવા માટે જરૂરી માર્ગદર્શન અને નિર્દેશ આપ્યા હતા. આ કાર્યક્રમમાં જન પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ માટે જુદા જુદા વિભાગના ૧૮ જેટલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસીયાએ જણાવ્યું કે, સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જૂનાગઢ તાલુકાના ( ગ્રામ્ય) સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા થયેલા ૧૪ પૈકી ૧૨ પ્રશ્નોનું હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે. અન્ય બે પ્રશ્નોનું સ્થળ પર વિઝીટ કરીને તેનું નિરાકરણ કરવામાં આવશે.
તેમ જણાવતા તેમણે કહ્યું કે,રાજ્ય સરકારના પ્રજાભિમુખ વહીવટના ભાગરૂપે પ્રજાકીય પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય કક્ષાએ રજૂ થયેલા પ્રશ્નો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં તેવી જ રીતે જિલ્લા અને એ રાજ્ય સ્તરના સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી સુશ્રી ભૂમિબેન કેશવાલા મામલતદાર શ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


