Gujarat

બોડેલીના પાણેજમાં નર્મદાની છછાદરા માઇનોર છલકાતાં મકાઈના ખેતરમાં જળબંબાકાર સર્જાયો!

તૈયાર મકાઈના ખેતરમાં પાણી ફરી વળતાં ખેડૂતની દયનિય સ્થિતિ
બોક્સ
વળતર ચુકવવાની માંગ: નહિતર ખેડૂતો ની આંદોલનની તૈયારીઓ!
નહેરમાંથી પાણી છોડવા તંત્ર દ્વારા વ્યવસ્થાપન ગોઠવવામાંઆવે છે છતાંયે આવી ગંભીર બેદરકારી કેમ?
બોડેલી તાલુકાના પાણેજ ગામે છછાદરા માઇનોર કેનાલનું પાણી મકાઈના ખેતરમાં ફરી વળતા ખેતી પાકને વ્યાપક નુકસાન સર્જાયું છે. પાણેજ ગામે કડાછલા રોડ ઉપર આવેલા  ખેતરમાં માઇનોર કેનાલ છલકાઈ જતા તે પાણી મકાઈના પાકમાં ફરી વળ્યું હતું.મકાઇ કાપી નાખી હતી અને ખેતરમાં જ પડેલી હતી.દરમ્યાન અચાનક રાત્રે કેનાલનું પાણી છલકાયું હતું જે ખેડૂતની બરબાદી સાથે લઇને આવ્યું હતું.
સામાન્ય રીતે નર્મદાનું પાણી 15 માર્ચ સુધી આપવાનું હોય છે.કોઇ સંજોગોમાં ખેડૂતોને પાણી વાળવાનું રહી ગયું હોય તો 30 માર્ચ સુધી નહેરના પાણી અપાતા હોય છે.પણ નર્મદાની છછાદરા માઇનોર કેનાલમાં એપ્રિલના મધ્યાહ્નને પણ પાણી કેવી રીતે વહે છે? નર્મદા તંત્રના અધિકારીઓ આ અંગે નોંધ લે નહિતર ખેડૂતો દ્વારા પાણેજના અજબસિંહની ફેવરમાં આંદોલનનો તખ્તો ગોઠવવો પડશેની ચીમકી ખેડૂત આગેવાનો આપી રહ્યા છે.
નહેરમાંથી પાણી છોડવા તંત્ર દ્વારા વ્યવસ્થાપન ગોઠવવામાંઆવે છે છતાંયે આવી ગંભીર બેદરકારી કેમ?
પાણેજના એ ખેતરમાં નહેર ઓવરટોપિંગ થતાં જળબંબાકાર સર્જાયો હતો.ખેતરમાં પાણી ફરી વળ્યું ત્યારે અજબસિંહે અગાઉથી જ મકાઈ કાપી નાખી હતી.ડોડા ભાંગી નાંખવાની તૈયારીઓ ચાલતી હતી.મકાઈના કાપેલા તૈયાર પાકમાં પાણી ફરી વળે તેને શું સમજવું? નહેર તંત્રે ખેડૂતને નુક્સાનીનું વળતર ચૂકવવું જોઈએ.નહેરની માલિકી અને કંટ્રોલ જેઓના હાથમાં છે તેઓની બેદરકારી કે ઢંગધડા વિનાના આયોજનને લીધે આવું બન્યું છે તે સમજવું જોઈએ.ખેડુતની વાત નહીં સાંભળવામાં આવે તો બહાદરપુર નર્મદા નહેરની ઓફિસ સામે ઉપવાસ આંદોલનનો ખેડૂત સમુદાય તખ્તો ઘડશે તેમ જાણવા મળે છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230427-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *