સુરત
સુરતમાં વાલીઓ માટે વધુ એક લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. શ્વાસનળીમાં ચીકુનું બીજ ફસાઈ જવાના કારણે દોઢ વર્ષીય બાળકનું મોત થઈ ગયું છે. ઘટના ઉધના વિસ્તારના કૈલાશનગરની છે. જ્યાં ઋષિ નામના બાળકને તેની માતા ચીકુ ખવડાવી રહી હતી. ચીકુ ખાધા બાદ થોડીવારમાં જ ઋષિ બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જાેકે તે સમયે તે મોતને ભેટી ચૂક્યો હતો. ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો છે. એક સામાન્ય બેદરકારી પણ કેટલી ગંભીર સાબિત થઈ શકે છે તેનું આ વરવું ઉદાહરણ છે. જાે ઋષિની માતાએ તેને ચીકુ ખવડાવતી વખતે બીજ કાઢી લીધુ હોત તો કદાચ આજે પરિવારને આ દિવસ જાેવાનો વારો ન આવ્યો હોત. જાે માતાએ બેદરકારી ન દાખવી હોત તો ઋષિ બચી શક્યો હોત.
