Gujarat

સુરતના ભેસ્તાનમાં સિટી બસમાં તોડફોડ, પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

સુરત
સુરતના ભેસ્તાન વિસ્તારમાં સિટી બસમાં તોડફોડ કર્યા હોવાની ઘટના સામે આવી છે. કંડકટરને નોકરી પરથી કાઢી મુકતા તોડફોડ કરી હોવાનું સામે આવ્યું હતુ. બે બસમાં તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી. તો બીજી તરફ આ અગાઉ ભરૂચના દહેજ રોડ ઉપર શેરપુરા ગામ નજીક અકસ્માતની એક ઘટના બાદ રોષે ભરાયેલા સ્થનિકોએ ચક્કાજામ કરી વાહનોમાં તોડફોડ કરી એક બસને આગ લગાડી દીધી હતી. રાતે ૯ વાગ્યાના અરસામાં બનેલી ઘટના બાદ ફાયરબ્રિગેડ અને પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. થોડા સમય પહેલા સુરતના પુણા કુંભારીયા રોડ પર મ્ઇ્‌જી બસે યુવકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જાેરદાર હતી કે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. મ્ઇ્‌જી બસની અડફેટે યુવકનું મોત થતા સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો અને સ્થાનિકોએ મ્ઇ્‌જીની ૨ બસોમાં ભારે તોડફોડ કરી હતી.

File-01-Page-32-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *