ઉના તાલુકાના કાજરડી ગામે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ નાં વરદહસ્તે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં. ત્યારે
આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ એ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રજાકીય કામો માટે હંમેશા તત્પર છે ત્યારે ઉના
વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ધારાસભ્યની જીત થતાં વિકાસ કાર્યોની ભેટ લઈને આપ સૌના આશીર્વાદ લેવા માટે આવ્યા
છીએ.
કાજરડી ગામે સને 2005 નાં વર્ષમાં સ્થાપના કરવામાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, કે.જી.બી.વી. કેન્દ્ર સરકાર દ્વારા
ચાલતી નિવાસી શાળા આવેલી છે. આંતરીયાળ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ અધવચ્ચે છોડી દીધું હોય તેવી કન્યાઓને અહીં પ્રવેશ
આપવામાં આવે છે તેમજ ભોજન, પુસ્તકો, ગણવેશ, રહેવા-જમવા અને અન્ય સગવડો અહીં મફત આપવામાં આવે છે. આ
સંકુલમાં હાલમાં 100 બાલિકાઓ માટે પ્રાથમિક સ્તર પરની શાળા પ્રસ્થાપિત કરવામાં આવી હતી. જેથી હાલમાં સરકાર દ્વારા આ
લક્ષ્યાંક ડબ્બલ કરીને 200 બાલિકાઓ માટે 5.96 કરોડના ખર્ચે પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવતા આ કામનું ખાતમુહૂર્ત કરવામાં
આવ્યું હતું.
તેમજ કાજરડી ગામેથીં માઢગામ સુધી 3.5 કિલોમીટર અને કાજરડી ગામે થીં સોખડા સુધી અને કાજરડી ગામેથી કોબ ગામ સુધીના
4.5 કિલો મીટરના મેટલ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ સામતભાઈ ચારણીયાએ
જણાવ્યું હતું કે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડનાં પ્રયાસોથી અમારા વિસ્તારમાં વિકાસનાં કામોમાં હરણફાળ ભરી છે. અને અનેક પ્રશ્નો
હલ થયાં છે. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન રૂડાભાઈ શિંગોડ,
જિલ્લા પંચાયત સદસ્ય લખમણભાઇ બાંભણીયા તાલુકા પંચાયતના પ્રમુખ પાંચીબેન ચારણીયા, સામતભાઈ ચારણીયા, તાલુકા
પંચાયતના સદસ્ય એભાભાઈ મકવાણા, બિજલભાઈ બાંભણીયા, બાલુભાઈ બાંભણીયા ગ્રામ પંચાયતના સરપંચ નાનુભાઈ
ચારણીયા પુર્વ સરપંચ દેવશીભાઇ ચારણીયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને સદસ્યો અને કે.જી.બી.વી.નો સમગ્ર સ્ટાફ ગણ અને
ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

