ઊના શહેરના ગણેશ ખારા વિસ્તારમાં રહેણાંક મકાનના ફળીયામાં આવેલ પાણીના ભગર્ભ ટાંકામાંથી ઝેરી ક્રેટ સ્નેક નામનો સાપ
જોવા મળતા મકાનમાં રહેતા પરીવારજનોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયેલ હતું. અને આ ઝેરી સાપને બહાર કાઢવા માટે સાપ
પકડનાર અશોકભાઇને જાણ કરતા ઘટના સ્થળે પહોચી ગયેલ અને પાણીના ભૂગર્ભ ખાલી ટાંકા માંથી સાપને મહામુસીબતે બહાર
કાઢવામાં આવેલ અને આ સાપ વધુ પડતા ઘરની અંદર ઘુસી જતો હોય છે. જોકે આ સાપ ડેટકાનો શિકાર કરવા માટે પીસો કરેલ
હોય જેથી ટાંકામાં ખાબકી ગયેલ હતો. અને ઘર માલીકને નજરે પડતા આ સાપને પકનારને જાણકરી બહાર કાઢવામાં આવતા
રાહતનો શ્વાસ લીધો હતો..


