Gujarat

ભાવનગર જિલ્લામાં પી.જી.વી.સીના દરોડા

ભાવનગર
ભાવનગર જિલ્લામાં પી.જી.વી.સીએ મોટી કાર્યવાહી શરૂ કરી છે, વીજ ટીમે પોતાના મેગા ચેકીંગ દરમિયાન ૩૧ લાખથી વધુની વીજ ચોરીને પકડી પાડી છે. પીજીવીસીએલની ટીમે આજે ભાવનગર જિલ્લામાં એક મેગા ચેકીંગ હાથ ધર્યુ હતુ, જેમાં કુલ ૪૨ જેટલી ટીમોએ પોતાની કાર્યવાહીમાં ૩૧.૬૪ લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. આ મેગા ચેકિંગ દરમિયાન શહેર અને જિલ્લામાં કુલ ૪૩૧ પૈકી ૧૨૮માં વીજ ચોરી થતી હોવાનું બહાર આવ્યું છે, ગેરકાયદેસર વીજળીની ચોરી કરતા તમામ પકડાયેલા લોકોને પીજીવીસીએલ તરફથી દંડ ફટકારવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *