Gujarat

આવતીકાલથી રાજ્યમાં ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે

ગાંધીનગર
ગરમીમાં શેકાતા રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ૨૪ કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે. તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીની ઘટાડો નોંધાશે અને આવતીકાલથી રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે. પવનની ગતિ ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ઉપરાંત ૨૬ મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત આ દિવસોમાં ગરમી સામે ઝઝૂમી રહ્યું છે. દિલ્હીના નજફગઢમાં તાપમાનનો પારો ૪૬ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જાે કે, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલ (૨૪ મે)થી હવામાનમાં ફેરફાર થશે. તે જ સમયે, ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગરમીથી થોડી રાહત જાેવા મળશે. હવામાન વિભાગે આજથી (૨૩ મે) આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ સહિત સિક્કિમમાં વરસાદની પૂરેપૂરી સંભાવના છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *