મોડાસા
મોડાસામાંથી વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, એસઓજી પોલીસની ટીમે અચાનક દરોડા પાડતા મોડાસામાંથી નકલી કપાસિયા તેલ બનાવતી કંપનીને પકડી પાડી છે. આ કામનો મુખ્ય આરોપી અમિત શાહ છે, જેને પકડીને પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. માહિતી પ્રમાણે, અરવલ્લી જિલ્લાના મોડાસામાં તિરૂપતિ કપાસિયા તેલના નામે નકલી તેલના ડબાનું પેકિંગ કરતી ફેકટરી ઝડપાઈ છે. મોડાસા ય્ૈંડ્ઢઝ્રમાંથી નકલી કપાસિયા તેલના ડબાના પેકિંગનું પર્દાફાશ અરવલ્લી ર્જીંય્એ કર્યો છે. મોડાસા ય્ૈંડ્ઢઝ્ર ખાતે લક્ષ્મી પ્રૉટીન્સ ફેકટરીમાં નકલી તિરૂપતિ કપાસિયા તેલના ડબાનું પેકિંગ કરવામાં આવતુ હતુ, તેલના જૂના ડબા પર અન્ય બીજુ તેલ ભરી તિરૂપતિ કપાસિયા તેલના સ્ટીકર અને બૂચ મારીને પેકિંગ કરવામાં આવતુ હતુ. ર્જીંય્ પોલીસને આ મામલે બાતમી મળતા અચાનક દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસે ૮ ડબ્બા, ૩૬ સ્ટીકર અને ૩૮ જેટલા ડબ્બાના બૂચ જપ્ત કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો પર્દાફાસ અરવલ્લીની ર્જીંય્ પોલીસે કર્યો છે, આ ગુનાખોરીનો મુખ્ય આરોપી મોડાસાનો અમિત શાહ છે, અને પોલીસે હવે અમિત શાહને ઝડપી પાડીને કૉપીરાઇટ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિફાઇન્ડ તેલના નામે ડબ્બા પર અન્ય તેલ ભરી તિરૂપતિ કપાસિયા તેલના સ્ટીકર મારી વેચાણ કરતું આ મોટુ કૌભાંડ બહાર આવ્યુ છે.
