Gujarat

ખેડા જિલ્લામાં જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઈ રહે તે હેતુસર

ગુજરાતમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા/ઉપવાસ પર બિનપરવાનગીથી બેસવાની ઘટનાઓ વારંવાર બનવા પામેલ છે. ખેડા જિલ્લામાં પણ નાગરીકો પોતાની માંગણી, રજુઆત તરફ ધ્યાન ખેંચવા માટે અથવા તો ચોક્કસ ઈરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા દાંડી યાત્રા સાથે સંકળાયેલ મુખ્ય માર્ગ ઉપર પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભુખ હડતાલનું ઓચિંતુ અને મનસ્વી આયોજન કરી આ કચેરીમાં તેમજ જાહેરમાર્ગ પર બાધા સર્જે છે. જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે દુવિધા સર્જાય છે. જેથી ખેડા જિલ્લામાં જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઈ રહે તે હેતુસર સાવચેતીના ભાગરૂપે આગોતરા પગલાં ભરી, ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ નીચે હુકમ કરવો આવશ્ય અને ઉચિત જણાય છે.
આથી શ્રી બી.એસ.પટેલ, જી.એ.એસ. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ખેડા જિલ્લો, નડિયાદ, ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭(૩) થી ઉપલબ્ધ જોગવાઈઓ નીચે તેઓને મળેલ સત્તાની રૂઈએ તા.૨૩/૦૫/૨૦૨૩ થી તા.૨૧/૦૭/૨૦૨૩ (બંન્ને દિવસો સુધ્ધાંત) સુધી કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી, નડિયાદ તથા ખેડા જિલ્લા પંચાયત અને સરદાર ભવન ખાતે આવેલ સરકારશ્રીની વિવિધ વિભાગની કચેરી, પોલીસ અધિક્ષકશ્રી, ખેડા-નડિયાદની કચેરી તથા તાલુકા ખાતે તાલુકા મામલતદારશ્રીની કચેરી, તાલુકા વિકાસ અધિકારીશ્રીની કચેરી, પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ તથા અન્ય તમામ સરકારી કચેરીઓના કમ્પાઉન્ડ તેમજ કમ્પાઉન્ડની બહારની ૨૦૦ મીટરની ત્રિજયાના હદ વિસ્તારમાં પરવાનગી વિના પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ધરણા / ભુખ હડતાલ ઉપર બેસવા કે સભા / સરઘસ જેવા કૃત્યો કરવા સામે પ્રતિબંધ ફરમાવે છે.
આ હુકમ જે માણસ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય, જેઓ ફરજ ઉપર હોય તેમને તથા મરણોત્તર તેમજ લગ્ન અંગેના સરઘસને લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૩૫(૩) અને ભારતીય દંડ સંહિતા ની કલમ-૧૮૮ અનુસાર સજાને પાત્ર થશે.
૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *