ભારતવર્ષમાં આદિકાળથી ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક વ્યવસાય રહ્યા છે આમાં શુદ્ધ વંશની ગીર ગાયનું સંવર્ધન ખૂબ જ ઓછું જોવા મળે છે જે બાબતને ધ્યાને લઈ માણાવદર ખાતે મુંબઈ સ્થિત એવા મેઘનાબેન હિતેનભાઈ શેઠ દ્વારા મુંબઈનો ધિક્કો કારોબાર છોડી ગાયોની સેવા માટે માણાવદરમાં આવી મુંબઈની કમાણી માણાવદરમાં “અનસુયા ગૌધામ” નામે કેન્દ્રની સ્થાપના કરી તેમાં વાપરતા તેની પ્રશંસા મુંબઈમાં તો થઈ છે પરંતુ ભારતના અન્ય રાજ્યો અને છેક હોંગકોંગ સુધી આ સેવાની સુગંધ પ્રસરી છે. આ ગૌધામ સાડા ત્રણ વીઘા વિસ્તારમાં વિસ્તરેલું છે તેમાં અસલ ગીર ગાયો અને તેની ઔલાદ રાખવામાં આવે છે તદુપરાંત રખડતી ગાયોના નિભાવ માટે શેઠ પરિવાર દ્વારા એક બંધ પડેલું કારખાનું ભાડે રાખે તેમાં ભૂખે તરસે મરતી તથા માંદી અપંગ ગાયોને આશ્રય આપી માનવતાની જ્યોત જગાવી છે.
દાનવીર શેઠ ડી.સી.શેઠના અવસાન પછી તેમના સ્મરણાર્થે આ સંસ્થા ઉભી કરવામાં આવી છે તેની આજ સુધી અનેક સંતો મહંતો અને સમાજ શ્રેષ્ટીઓએ તથા અન્ય ગૌશાળાના સંચાલકોએ મુલાકાતો લઈ હિતેનભાઈ શેઠ તથા મેઘનાબેન શેઠનું સન્માન કરેલું છે આ સંસ્થામાં અસંખ્ય લોકો રોજગારી પણ મેળવે છે. આજે આ ગૌધામની મુલાકાતે માણાવદર સ્વામિનારાયણ મંદિરના કોઠારી મોહનપ્રકાશ દાસજી સ્વામીએ મુલાકાત લીધી હતી અને તેની વ્યવસ્થા જોઈને ખૂબ આનંદ વ્યક્ત કરી ગાયોની સાથે સમય વિતાવ્યો હતો. સ્વામીજી દ્વારા હોંગકોંગથી પધારેલા વિજયભાઈ શેઠનું સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વામીજીએ જણાવ્યું હતું કે રખડતી ગાયોના ઉધાર માટે આવી સંસ્થાઓએ આગળ આવવું જોઈએ. શેઠ પરિવાર દ્વારા સ્વામીજીનું ચાંદીનો સિક્કો આપીને સન્માન કરી શેઠ પરિવારે આશીર્વાદ માગ્યા હતા
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


