Gujarat

કઠલાલ ના પૂર્વ ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે છીપીયાલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ – કપડવંજ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય  કાળુસિંહ ડાભી ના જન્મ દિવસે નિમિત્તે તેમના દ્વારા મુ. છીપીયાલ ખાતે રકતદાન કેમ્પ નું આયોજન રેડક્રોસ બ્લડ સેન્ટર કપડવંજ ના સહયોગથી કરવામાં આવ્યું.જેમાં કુલ (૧૪) સ્વૈચ્છિક રક્તદાતાઓએ રકતદાન કર્યું.આ પ્રસંગે  કાળુસિંહ ડાભી વિશેષ ઉપસ્થિત રહી સૌ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને માનવ જીવન બચાવવાના સેવા કાર્યની પ્રશંસા કરી સૌ યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે બ્લડ સેન્ટર ના મેડિકલ ઓફિસર ડો.મનુભાઈ ગઢવી , ટેકનિકલ ઓફિસર રાહુલ પરમાર,સ્ટાફ નર્સ ચૈતાલીબેન  કા.પટેલ,કૈલાશબેન શર્મા,બ્લડ ડોનેશન કોઓર્ડીનેટર ચિરાગભાઈ પરમાર, વસંતભાઈ ભટ્ટ તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

IMG-20230602-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *