Gujarat

અમદાવાદ મેટ્રો ટ્રેનમાં મે માસમાં ૨૦ લાખ મુસાફરોએ પ્રવાસ કર્યો

અમદાવાદ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલની મેચો અને ઉનાળુ વેકેશન મેટ્રો રેલ કોર્પોરેશનને ફળ્યું છે . જેમાં શહેરના મેટ્રો રેલના બંને કોરીડોરમાં મુસાફરોની સંખ્યામાં અન્ય મહિનાની સરખામણીએ વધારો થયો છે. જેમાં મે માસમાં મુસાફરોની સંખ્યા ૨૦ લાખને પાર પહોંચી છે. જ્યારે એપ્રિલમાં રૂ.૧૫.૬૬ લાખ પેસેન્જરોએ મુસાફરી કરી હતી. જ્યારે મેટ્રોની આવકની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં આવક રૂપિયા ૨.૪૦ કરોડ હતી. જયારે મે મહિનામાં મેટ્રોની આવકમાં ૭૬ લાખના વધારા સાથે ૩. ૧૬ કરોડને પાર પહોંચી છે. જેમાં એપ્રિલ અને મે મહિનામાં કુલ ૩૫ લાખ પેસેન્જરોએ મુસાફરો વધતા આવક ૫.૫૦ કરોડ થઈ છે. એપ્રિલની સરખામણીએ મે મહિનામાં મેટ્રોમાં મુસાફરોની સંખ્યામાં ૨૨ ટકાનો વધારો નોંધાયો છે. મહત્ત્વનું છે કે અમદાવાદમાં આઇપીએલની કુલ ૧૦ પૈકી રિઝર્વ ડે સાથે ૬ મેચ ફકત મે મહિનામાં જ રમાઈ હોવાથી મેટ્રોમાં પેસેન્જરોમાં વધારો થયો છે જ્યારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ(ૈંઁન્)ની ફાઇનલ હતી. ત્યારે રવિવારે અમદાવાદ મેટ્રોમાં રેકોર્ડ ૧,૦૭,૫૫૨ મુસાફરોએ પ્રવાસ કર્યો . અમદાવાદ મેટ્રોએ તેનો અત્યાર સુધીનો સૌથી વધુ સિંગલ-ડે ફૂટફોલ રેકોર્ડ કર્યો હતો.જ્યારે શહેરમાં ભારે વરસાદના કારણે મેચ સોમવાર રમાઈ હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ૨૦૨૩ની ૈંઁન્ ક્રિકેટ મેચોએ અમદાવાદ મેટ્રોની દૈનિક મુસાફરીમાં લગભગ ૮૦ ટકાનો વધારો કર્યો હતો.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *