Gujarat

જેતપુર પંથકમાં ગેરકાયદેસર ચાલતા સાડી ધોલાઈ ઘાટો પર તંત્ર ત્રાટક્યું : 200 કુંડી તોડી પાડી 

જેતપુરમાં ગેરકાયદેસર ચાલતા સોફર પણ તંત્ર બંધ કરાવે તેવી જાગૃત લોકોની માંગણી ધ્યાને લેવાશે ?
જેતપુર પંથકમાં સાડી ધોલાઈ ઘાટ ચલાવતા તત્વો કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી સીધું નદી-નાળામાં છોડીને વ્યાપક પ્રદૂષણ ફેલાવતા હોવાથી સિમતળ, વાડી-કૂવા-બોરના પાણી થઈ જતાં ખેતપાકોને જબરું નુકશાન થતું હોવાની ખેડૂતોની ફરિયાદો સમયાંતરે ઉઠયા કરે છે. બીજીબાજુ  ચોમાસાના પડધમ  આજે જેતપુરના મામલતદારે સિંચાઇ, પોલીસ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, રેવન્યુ અને વિજતંત્રને સાથે રાખી ત્રાટકીને સાડી ધોલાઈ ઘાટોની 200 કુંડી તોડી પાડી હોવાનું મામલતદારસૂત્રો જણાવે છે. જો કે જેતપુર શહેરમાં ગેરકાયદેસર ચાલતા, ચલાવાતા અને ડાઇંગ એશો. ની મનાઈ હોવા છતાં બેરોકટોક ધમધમતા સાડીના સોફરો બંધ કરાવવા સરકારી તંત્રો કેમ આંખ મિચામણાં કરે છે તેવા જાગૃત લોકોમાં ઊઠેલો પ્રશ્ન તપાસ માંગી લે તેવો છે.
આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર તાલુકાના રબારીકા, જાબુંડી, જેપુર અને મતવાલા ધાર તેમજ ખીરસરા ગામ વિસ્તારમાં કેટલાક પ્રદુષણ માફિયાઓએ ગેરકાયદેસર સાડીઓના ધોલાઈ ઘાટ બનાવી તેનું પ્રદૂષિત પાણી સીધું ભાદર, છાપરવાડી નદીમાં છોડી દેતા હોવાનું જીપીસીબીની તપાસમાં બહાર આવી હતું.  જેના અનુસંધાને આજે મામલતદારના માર્ગદર્શન તળે  જીપીસીબી, સિંચાઈ, રેવન્યુ, વીજ વિભાગની ટીમો પોલીસ બંદોબસ્ત સાથે ફરિયાદવાળા વિસ્તારોમાં ત્રાટકતા  સાડી ધોલાઈ ઘાટની 200 જેટલી ઘાટની કુંડીઓ તોડી પાડી હોવાનું તંત્રે જણાવ્યું છે.
સૂત્રોએ કહ્યું હતું કે જેતપુરના પ્રેમગઢ, જાંબુડી, મેવાસા, જેપુર તેમજ ખીરસરા વગેરે ગામમાં કેટલાક પ્રદુષણ માફિયાઓએ  ગેરકાયદેસર ધોલાઈ ઘાટો બનાવી તેનું પ્રદૂષિત પાણી સીધુ ભાદર, છાપરવાડી નદીમાં વહાવી દયે છે. એ  કારણે આ પ્રદૂષિત પાણી ગામની મોટા ભાગની ખેતીની જમીનના તળમાં ઉતરી ગયું હોવાથી બોર, કુવાઓમાં પણ લાલ પ્રદૂષિત પાણી જ આવે છે. અને આ પાણીથી ખેતી કરવાને કારણે ખેડૂતોની જમીનો બંજર બની ગઈ છે. ઉપરાંત નદીમાં પ્રદૂષિત પાણી સીધું છોડી દેવાતું  હોવાથી ભાદર અને છાપરવાડી નદી અતિ પ્રદુષિત બની ગઈ છે અને પ્રદુષિત પાણી ભાદર ડેમ -૨ અને છાપરવાડી ડેમમાં જવાથી ડેમનું પાણી પણ પ્રદુષિત બની ગયું છે. જેને કારણે આ બંને ડેમનું પાણી સિંચાઈને લાયક રહેતું ના હોવાના પણ ખેડૂતો વારંવાર આક્ષેપ કરે છે.
બોક્સ :
ગેરકાયદેસર ચાલતા 13 સાડી ધોલાઈ ઘાટ તોડી પડાયા
ચોમાસું નજીક છે ત્યારે આવા ધોલાઈઘાટો તોડી પાડવા ખૂબ જરૂરી હોવાથી આજે મામલતદારની આગેવાનીમાં જીપીસીબી, સિંચાઈ, રેવન્યુ, વીજ વિભાગની ટીમો પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર ધોલાઈઘાટો પર બુલડોઝર સાથે પહોંચી હતી.આ મામલતદાર ડી. એન. ગીનીયાએ જણાવેલ કે, જીપીસીબીના તપાસમાં ૧૩ જેટલાં ગેરકાયદેસર ધોલાઈઘાટો મળી આવ્યા છે. જેની ૨૦૦ જેટલી કુંડીઓ તોડી પાડવામાં આવી છે.
બોક્સ
જેતપુરમાં ચાલતા ગેરકાયદેસર સોફર ક્યારે બંધ કરાવાશે ?
સાડી ઉદ્યોગના પ્રદૂષિત પાણી પ્રશ્ને સમયાંતરે નબળા ઉદ્યોગપતિઓને અડફેટે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતી હોવાનો કચવાટ ઘણી વાર સંભળાયો છે. એ સિવાય ડાઇંગ એશોસીએશન સાથે નહીં સંકળાયેલા ઉદ્યોગપતિઓ સામે જરૂરી પગલાં ભરાય તે સૌમાં સ્વીકાર્ય હોવાનું કહેવાય છે. આમછતાં જેતપુરમાં અગાઉ ક્લોઝર અપાઈ ગયા હોવા છતાં ગેરકાયદેસર શૉફર ધમધમતા હોય આવા સોફર સંચાલકો સામે પગલાં લેવામાં તંત્ર કેમ આંખ મિચામણાં કરે છે ? તેવો જાગૃત લોકોનો પ્રશ્ન તપાસ માંગી લે તેવો છે.

IMG_20230610_172526.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *