Gujarat

ભક્તિનો આનંદ પ્રાપ્ત કરવાનો ઉપાય

આ સંસારમાં સિમિત બુધ્ધિના અજ્ઞાનતાવાળા લોકો દિવાલો બનાવે છે પરંતુ જ્ઞાની મહાપુરૂષો પુલ બનાવવાનું કામ કરે છે.એકબીજાના સુખ દુઃખને વહેંચવાનું કામ કરે છેતેઓ ફક્ત ધર્મોના નામ જ લેતા નથી પરંતુ ધર્મના મર્મને ૫ણ જાણે છે અને માને છે.

એક ગામમાં પીવાના પાણીનો એકમાત્ર કૂવો હતો.તે કૂવામાં એકવાર એક કૂતરો પડીને મરી જાય છે.જેથી કૂવાનું પાણી દૂષિત બની જાય છે.જેથી સમગ્ર ગામના લોકોના પીવાના પાણીનો પ્રશ્ન ઉ૫સ્થિત થાય છે.તે ગામમાં એક મહાત્મા આવતાં ગામલોકોને સલાહ આપે છે કે બધા ગ્રામજનો ભેગા મળીને આ કૂવાના તમામ દૂષિત પાણીને બહાર કાઢી નાખો. ગામના લોકોએ સખત મહેનત કરીને કૂવામાંનું તમામ પાણી બહાર કાઢી નાખ્યું.બીજા દિવસે કૂવામાંથી પાણી કાઢવામાં આવ્યું તો તે દૂષિત અને ર્દુગંધયુક્ત માલૂમ પડ્યુંફરીથી મહાત્માને ફરીયાદ કરી કે તમામ દૂષિત પાણી બહાર કાઢી નાખવા છતાં બીજા દિવસે દૂષિત ગંધવાળું જ પાણી આવે છે.આનો ઉપાય શુંત્યારે મહાત્માએ કહ્યું કે તમામ દૂષિત પાણી કાઢી નાખ્યા પછી કૂવામાં ૫ડેલા મરેલા કૂતરાને બહાર કાઢ્યું હતુંત્યારે ગામ લોકોએ કહ્યું કે આપે તો અમોને પાણી જ કાઢવાનું કહ્યું હતું એટલે મરેલું કૂતરૂં તો કૂવામાંથી કાઢ્યું જ નથી.

કહેવાનો ભાવ..આવી સમજ છે આજના માનવીની..!! સંતો મહાપુરૂષો માનવને સમજાવે છે કે પોતાના મનમાંથી વેર ઇર્ષ્યાત નફરત લોભ લાલચ સ્વાર્થ ભાવના..વગેરે ભાવોને બહાર કાઢી નાખશો ત્યારે જ વાસ્તવિક આનંદની પ્રાપ્તિા થશે.આપણે બધા ભક્તિ કરીએ છીએ પરંતુ વિષય વિકારોરૂપી ગંદકી દૂર કરતા નથીજીવનમાં પ્રેમનો અભાવ છે તેથી ભક્તિનો આનંદ પ્રાપ્ત કરી શકતા નથી.

પ્રેમ નમ્રતા સમદ્રષ્ટ્રિ સહજતા વિશાળતા ધીરજ સંતોષ વગેરે ગુણોથી ભક્તજનોનું જીવન સુશોભિત બને છે.આ ગુણો જ ભક્તોની સાચી ઓળખાણ હોય છે.

જેઓ કામ,ક્રોધ,લોભ,મોહ,મદ અને મત્સર- આ છ વિકારોને છોડી નિષ્પાપ હોયધર્મથી ચલિત થતા ના હોયઅકિંચન હોયપવિત્ર હોયઆત્માનંદના સ્થાનકરૂ૫ હોયઅપાર બોધવાળા હોયતૃષ્ણાથી રહિત હોયજેટલું ખાવાથી શરીર ટકી રહે તેટલો જ ભોગ ભોગવતા હોયસત્યની દ્રઢતાવાળા હોયવિચારવાન વિલક્ષણ હોયજગતને સ્વપ્ન  સમાન સમજતા હોયજીતેન્દ્રિય હોયસ્વરૂ૫ના અનુસંધાનમાં સાવધાન રહેતા હોયમમતાથી તથા યૌવન..વગેરેના મદથી રહીત હોયધીર હોયભક્તિમાર્ગમાં અત્યંત પ્રવિણ હોયસદગુણોના ભંડારરૂ૫ હોયસંસારના દુઃખોથી રહીત હોયજીવ તથા બ્રહ્મની એકતામાં સંદેહ વગરના હોય,ભગવાનના ચરણકમલ ઉ૫રની પ્રિતિને છોડી દઇને દેહ ઉ૫ર કે ઘર ૫ર પ્રિતિ રાખતા ન હોયપોતાના ગુણોનું શ્રવણ કરવામાં લજ્જા રાખતા હોયપારકાના ગુણોનું શ્રવણ કરીને અત્યંત રાજી થતા હોયસમતાવાળા હોયશિતળ સ્વભાવવાળા હોયનીતિનો પરિત્યાગ કરતા ન હોયસરળ સ્વભાવવાળા હોયસર્વની સાથે પ્રિતિ રાખતા હોયજપ-તપ-સંયમ-નિયમ-ગુરૂ,ગોવિંદ તથા બ્રાહ્મણો (બ્રહ્મજ્ઞાની સંતો)ના ચરણોમાં પ્રેમ રાખતા હોયશ્રધ્ધાવાળા હોયક્ષમાવાન હોયસમાનજનોની સાથી મૈત્રી રાખનારા હોયનિકૃષ્ઠજનો ૫ર દયા રાખનાર હોયઉત્કૃષ્ટ જનોને જોઇને રાજી થતા હોયપ્રભુના ચરણોમાં છળરહિત પ્રિતિવાળા હોયવૈરાગ્ય-વિવેક-નિયમ તથા વિજ્ઞાન..તે બધા ગુણોવાળા હોયવેદોનો તથા પુરાણાદિકના યથાર્થ બોધવાળા હોયક્યારેય દંભ-માન કે મદ ન હોયભૂલથી પણ કુમાર્ગમાં ૫ગ મુકતા ન હોયસર્વદા પ્રભુની લીલાઓનું ગાયન તથા શ્રવણ કરતા હોય અને પોતાના કોઇપણ સ્વાર્થ વિના પારકાનું હિત કરવામાં જ સ્વાભાવિક રૂચિવાળા હોય તે ભક્તજનો (સંતજનો) કહેવાય છે.

સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી

છક્કડીયા(ધાણીત્રા) તા.ગોધરા જી.પંચમહાલ

Svn.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *