Gujarat

ખિદમત ગ્રુપ હાથજ દ્વારા ધો.૧૦,૧૨ માં ઉત્તિર્ણ વિદ્યાર્થીઓને સન્માનિત કરી નોટબુક વિતરણ કરાઈ.

ખિદમત ગ્રુપ હાથજ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં ઉત્તિર્ણ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને સન્માનિત કરી નોટબુક વિતરણનો કાર્યક્રમ મદ્રસએ અલ મદીના સંદલીપુરા ખાતે રાખવામાં આવ્યો જેમાં ખાસ ઉપસ્થિત પેશ ઈમામ જામાં મસ્જિદ હાથજ. ખિદમત ગ્રુપના પ્રમુખ જનાબ માજીતખાન પઠાણ રી.પી.એસ.આઈ  ઇમ્તિયાઝભાઈ મલેક બોરસદ વાળા
 લાલાભાઈ (ઐયુબખાન) નહેરવાલા
 મૈયોદ્દીનખાન પઠાણ રી.પી.એસ.આઈ
ઐયુબખાન પઠાણ રી.એ.એસ આઈ  મહેબુબખાન ઈમામખાન એમ.જી.વી.સી.એલ કોન્ટ્રાકટર કાલુબેગ મોસમબેગ મિરઝા રી. એ.એસ.આઈ અનવરખાન પઠાણ રી. એ.એસ.આઈ સાબિરખાન પઠાણ રી.એ.એસ આઈ સરીફખાન પઠાણ રી. બી.એસ.એન.એલ. અધિકારી નુરખાન પઠાણ રી ફોરેસ્ટ ઓફિસર અનવરખાન પઠાણ રી. બી.એસ.એન એલ. અધિકારી સાકીરખાન પઠાણ રી બી.એસ.એન.એલ અધિકારી ઈમામખાન સમસેરખાન પઠાણ રી. એ એસ.આઈ લતીફ ખાન ભિખન ખાન પઠાણ મદ્રેશાની જમીનના દાતા.
 ફિરોઝખાન (ઝમઝમ) અલેફખાન રસુલભાઈ (ભગાભાઈ) ની સાથે બીજા અનેક મહાનુભાવો તેમજ આજુબાજુના વિદ્યાર્થી મીત્રો એ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
વર્તમાન સમયની સામાજિક પરિસ્થિતિની ઘ્યાને લઇને વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને મોટીવેઈટ કરવાં માટે શકીલભાઈ સંધી એ ખુબજ ઉપયોગી માર્ગદર્શન અને પ્રોત્સાહન સાથે ઊપયોગી માહીતી પુરી પાડી હતી
કોઈપણ સમાજે જો મુખ્ય ધારામાં વહેવાના સપનાં જોવાં હોય તો સૌ પ્રથમ શિક્ષણને પ્રાધાન્ય આપવું પડશે શિક્ષણ દ્વારા જ સમાજમાં બદલાવ શક્ય છે.
ખિદમત ગ્રુપના પ્રમુખ અને ઉપપ્રમુખની સાથે ખજાનચી મંત્રી અને તમામ સભ્યોનો ઉદ્દેશ્ય સમાજમાં સમરસતા જાળવવાની તેમજ ભાઈચારાની ભાવના સાથે બીજાં સમાજો અને સંસ્થાઓ સાથે સંકલન કરીને ઘર પરિવાર સમાજ ગામ અને દેશમાં એકતા અને અખંડિતતા દેશપ્રેમ સાથે બંધુતા માનવ સેવા એજ પ્રભુ સેવા ના ઉદેશ્યને સાર્થક કરવાના પ્રયાસો કરવાનો છે જેનાં થકી દરેક વ્યક્તિ વિશેષમાં ત્યાગ બલિદાન અને સમર્પણની સાથે જતું કરવાની ભાવના કેળવાય અને દરેક સમાજમાં સુખ શાંતિ સમૃધ્ધિ કાયમ રહે આપણે સૌ કોઈ એ એક વાત હંમેશા યાદ રાખવી કે આ પ્રુથ્વી ઉપર આપણે સૌ પ્રવાસી છીએ અહીંયાં એવાં એવાં અનેક સમયનાં સિકંદરો દફન છે જેમની કબર મળવી મુશ્કેલ છે.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230611-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *