દ્વારકા
રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજાેય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહેલું છે. બિપરજાેય વાવાઝોડું ૫ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે. બિપરજાેય વાવાઝોડું દ્વારકાથી ૩૦૦ કિલોમીટર દૂર છે. જ્યારે પોરબંદરથી ૩૫૦ કિમી દૂર વાવાઝોડું કેન્દ્રિત છે. વાવાઝોડું જખૌથી ૨૯૦ કિલોમીટર દૂર છે. જ્યારે નલિયાથી ૩૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે ૧૩૫ થી ૧૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. જ્યારે જખૌથી ૧૨૫ થી ૧૩૫ની પ્રતિકલાકની ઝડપે પસાર થાય તેવી સંભાવના છે. ગુરુવારે સાંજે કચ્છના જખૌમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે. વાવાઝોડાના જાેખમના પગલે દરિયાકાંઠાના તમામ સ્થળો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયા અને ખાડીમાં ૨થી ૩ મીટર પાણી આવી શકે તેવી સંભાવના છે.રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજાેય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. જેના પગલે આજે ગાંધીનગરમાં યોજનારી કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે. તેમજ મુખ્યપ્રધાન દ્વારા તમામ પ્રધાનોને સોંપવામાં આવેલા જિલ્લામાં જ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજાેય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહેલું છે. તેવામાં અદાલતી કાર્યવાહી બાબતે ગુજરાત હાઇકોર્ટનો ર્નિણય લેવામાં આવ્યો છે. હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ જે દેસાઈના નિર્દેશથી હુકમ બહાર પાડવામાં આવ્યો છે.તમામ જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ વાવાઝોડાની અસરના સમયે પોતાના જિલ્લાની અદાલતો માટે સ્વયં ર્નિણય લઈ શકશે. વાવાઝોડાની અસર સમય દરમિયાન અદાલતો ચાલુ રાખવી કે બંધ રાખવી તે અંગેના ર્નિણય લેવાની સત્તા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજને આપવામાં આવી છે.બિપરજાેય વાવાઝોડાને લઈને યોજાયેલ મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્ય પ્રધાનના સચિવ અવંતિકા સિંઘ, રાહત કમિશનર આલોક પાંડે, મહેસુલ વિભાગ અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદિપ વસાવા, પ્રાથમિક શિક્ષણ નિયામક એમ આઈ જાેશી સહીતના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


