Gujarat

જામનગરના અંધાશ્રમ આવાસમાંથી ૧૫૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરાયું

જામનગર
અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજાેય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગરમાં બિપરજાેયના ખતરાને લઈ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અંધાશ્રમ આવાસમાંથી ૧૫૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. કોર્પોરેશનની ટીમે તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શેલ્ટર હોમમાં જમવા, રહેવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાના ખતરાને લઈ શાળાઓમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *