સુરત
સુરતના સચિનમાં પ્રેમ પ્રકારણમાં યુવાન, ડીંડોલીમાં લગ્ન નહી થતા ટેન્શનમાં યુવાન અને કેન્સરની બિમારીથી કટાંળીને વૃધ્ધ તથા ઉધનામાં કોઇ કારણસર યુવાને આત્મહત્યા કરી હતી. નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચિનમાં તલંગપુર ખાતે રહેતો ૨૨ વર્ષીય રવિન્દ્રકુમાર જયસ્વાલે રવિવારે સાંજે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો. ત્યારે પરિવારજનોની નજર પડતા તેને નીચે ઉતારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે કહ્યુ કે રવિન્દ્રકુમાર મુળ ઉતરપ્રદેશમાં મિરઝાપુરનો વતની હતો. તે વતનથી એક માસ પહેલા સુરત આવીને મીલમાં નોકરી કરતો હતો. તેણે પ્રેમ પ્રકરણમાં આ પગલુ ભર્યુ હોવાની શક્યતા છે. ડીંડોલીમાં નવાગામમાં આર.ડી નગર સોસાયટીમાં રહેતો ૨૯ વર્ષીય ચંદુ સુદામ કુંભાર રવિવારે બપોરે ઘરમાં લોખંડના હુક સાથે સાડીની લેસ પટ્ટી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે ચંદુ મુળ મધ્યપ્રદેશનો વતની હતો. તેના લગ્ન થતા નહી હોવાની સતત માનસિક તાણ અનુભવતો આ પગલુ ભર્યુ હતું. તે બહેનનો લાડક વાય ભાઇ હતો. તે માર્કેટમાં સાડી પર લેસ પટ્ટી લગાડવાનું કામ કરતો હતો. ડીંડોલીમાં છઠ તળાવ પાસે સાંઇ સરોવર સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષીય વલ્લભભાઇ માધુભાઇ ઠાકરે રવિવારે બપોરે ઘરમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસે કહ્યુ કે વલ્લભને છેલ્લા ૬ માસથી કેન્સરની બિમારી પીડાતા હતા. પણ છેલ્લા બે માસથી તે પઠારીવશ હોવાથી કટાંળી જઇને આ પગલુ ભર્યુ હતુ. જયારે ઉધના બી.આર.સી પાસે પ્રભુનગરમાં રહેતો ૩૬ વર્ષીય રાકેશ રાઠોડે રવિવારે સાંજે ઘરમાં કોઇ કારણસર પંખાના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો. તે છુટક મજુરી કામ કરતો હતો.
