Gujarat

કેશોદમાં જરૂરીયાતમંદ લોકોને ફુટ પેકેટ ભોજનની વ્યવસ્થા 

નરેશ રાવલીયા કેશોદ
કેશોદ તાલુકાના આજુબાજુનાં ગામડાઓમાં કાચા મકાનો તથા ઝૂપડપટ્ટીમાં રહેતાં લોકોને શાળાઓ મંદિરો પંચાયતોમાં આશ્રય આપવામાં આવ્યોછે અને તાલુકા પંચાયત તથા મામલતદાશ્રી સતત મોનીટરીંગ કરી રહ્યાં છીએ
    મામલતારશ્રી લુકકા સાહેબનાં માર્ગદર્શન મુજબ  સલામત સ્થળે ખસેડવામાં આવેલા દરેક લોંકો માટે રાત્રે જમવાની વ્યવસ્થા જલારામ મંદિર કેશોદ તથા ભારત વિકાસ પરિષદ કેશોદ અને વિવિધ સંસ્થાઓનાં સહયોગથી કરવામાં આવી રહીછે  કેશોદ અને આજુબાજુનાં દરેક વિસ્તારમાં ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી રહીછે જ્યાં સુઘી બિપોરજોય વાવાઝોડાની અસર જણાશે ત્યાંસુધી તેમના જમવાની અને ફૂડ પેકેટની વ્યવસ્થા જલારામ મંદિર, ભારત વિકાસ પરિષદ અને વિવિધ એન. જી. ઓ. દ્વારા કરવામાં આવી રહીછે
     સેવા કાર્યમાં હંમેશની જેમ જલારામ મંદિરની સેવાઓ ઉપલબ્ધ હોયછે પછી કોરોના કાળ હોય કે કોઇ પણ આફત હોય, ભારત વિકાસ પરિષદનાં પ્રમુખની સૂચનાથી તેમની સમગ્ર ટીમ સેવા કાર્યમાં લાગી ગયેલછે સવારથી ફૂડ પેકેટ બનાવવાથી સાંજે ગ્રામ્ય વિસ્તારનાં આશ્રિત લોકોને જમાડવા સુઘી તેઓ ખડે પગે હોયછે
     કેશોદ તાલુકનાં રાણીકપરા ગામનાં આગેવાનો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને યોગ્ય આશ્રયની વ્યવસ્થ કરવામાં આવી હતી

IMG-20230616-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *