Gujarat

ફરી એક વાર ૭૦ વર્ષના વેવાઈ અને ૬૭ વર્ષના વેવાણને એકબીજા સાથે થઈ ગયો પ્રેમ

ગાંધીનગર
સોશિયલ મીડિયા પર જાેયા હશે અને સાંભળ્યા હશે જે જાેઈને ચોકી જઈએ છીએ. આવું જ એક કિસ્સો ગુજરાત રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે, ગુજરાત રાજ્યમાં વેવાઈ વેવાણ હંમેશાં એક ચર્ચાનો વિષય રહે છે. વેવાઈ વેવાણ વચ્ચે પાંગરતો પ્રેમ સમગ્ર પરિવારના લોકોને હચમચાવી નાખે છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, ગુજરાત રાજ્યમાં આવેલા ગાંધીનગરમાં વેવાઈ વેવાણની પ્રેમની વાત સામે આવી છે. ગાંધીનગરમાં વેવાઈ વેવાણ ની પ્રેમ ની કહાની ને કારણે ઘરમાં મહાભારત સર્જાયું હતું.મળેલી માહિતી અનુસાર વેવાઈ ની ઉંમર ૭૦ વર્ષ અને વેવાણ ની ઉમર ૬૭ વર્ષ છે, વેવાઈ વેવાણ પ્રેમમાં એવા પડ્યા કે વેવાઈ પોતાની વેવાણ ને મળવાનો એક પણ મોકો છોડતા ન હતા. ત્યારે આખરે દીકરાએ અભયમ હેલ્પલાઇનમાં મદદ માંગી હતી, મળેલી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના ગાંધીનગર ઇન્ફોસિટી ની છે. આ વાત ૬૭ વર્ષીય દાદી અને ૭૦ વર્ષના દાદા ના પ્રેમની છે, બંને પ્રેમમાં એવા પડ્યા કે સંતાનોના હાથે પ્રેમાલાપ કરતાં પકડાયા હતા.મળતી માહિતી અનુસાર વેવાણનો દીકરો અને વેવાઈની દીકરી લગ્ન બાદ અમેરિકામાં સ્થાયી થઈ ગયા છે. વેવાણના પતિ નું અવસાન થયું હોવાથી તે તેમના નાના દીકરા સાથે રહે છે, ત્યારે બીજી તરફ વેવાઈ સરકારી નોકરીમાં નિવૃત્ત થયા છે. બંનેના દીકરા દીકરીના લગ્ન થયા હોવાથી બંને એકબીજાને મળીને સુખ-દુઃખની વાતો કરતા હતા. આ કારણે તેઓ એકબીજાની નજીક આવવા લાગ્યા હતાં, વોટ્‌સએપ પર ચેટિંગમાં તેમની નજીકતા વધી હતી. બંને સાથે સમય પણ પસાર કરવા લાગ્યા, બંને વચ્ચે નજીકતા એટલી વધી ગઈ હતી કે વેવાણ અને વેવાઈ એકબીજાને મળવાનો મોકો શોધવા લાગ્યા હતા.વેવાણ એકલી હોય તો વેવાઈ તેને મળવા પહોંચી જતા હતા, વેવાઈ વેવાણ ની ફ્લેટની બહાર આંટાફેરા પણ મારવા લાગ્યા હતા અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. પહેલા તો પરિવારને તેમના મળવાનું આ સહજ લાગતું હતું પરંતુ થોડા સમય બાદ તેમનો પ્રેમનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારે એકવાર વેવાણ ના દીકરાએ પોતાની વૃદ્ધ માતા ના મોબાઇલ ના મેસેજ વાંચી લીધા હતા. જ્યારે વેવાણાના દીકરાએ માતાના મેસેજ જાેયા ત્યારે તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.ત્યારબાદ દીકરો તેની માતા પર નજર રાખવા લાગ્યો, નજર રાખતા દીકરાને જાણ થઈ કે વેવાઈ અને વેવાણ એકબીજાને છુપાઈ છુપાઈને મળે છે. એકવાર વેવાણ મંદિરે દર્શન કરવાના બહાને ઘરેથી ગયા હતા અને ત્યાં વેવાઈ પણ આવી પહોંચ્યા હતા. તે સમયે જ વેવાણ નો દીકરો ત્યાં પહોંચ્યો અને બંનેને રંગે હાથે જડપી પાડ્યા હતા. ત્યારબાદ સમગ્ર વાત બંનેના ઘર સુધી પહોંચી ગઈ હતી, ત્યારે દીકરાએ અભયમ ૧૮૧ હેલ્પલાઇન ના સંપર્ક કર્યો હતો.વૃદ્ધ અને વૃદ્ધાએ અભયમ ની ટીમ સાથે પણ એકબીજા સાથે પ્રેમ હોવાનો એકરાર કર્યો હતો. વૃદ્ધ પ્રેમીપંખીડાનુ કાઉન્સેલિંગ અભયમની ટીમ દ્વારા કલાકો સુધી કરવામાં આવ્યું હતું. ત્યારે જઈને બંને એકબીજાના પ્રેમ સંબંધોનો અંત લાવવા માટે લેખિતમાં બાંયધરી આપતા હાલમાં પરિવારમાં શાંતિ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *