Gujarat

ઊના ગીરગઢડાના ખેડૂતોને તાત્કાલીક જરૂરી કામગીરી પૂર્ણ કરી વિજ પુરવઠો આપવા માંગ…

તૈકતે વાવાઝોડા બાદ વિજ પુરવઠો સંપૂર્ણપણે અસરગ્રસ્ત થયેલ હજારો વિજ થાંભલાઓ પડી ગયેલ હતા.

 

ઊના ગીરગઢડામાં બળેલ ટ્રાન્સફોર્મરો તાત્કાલી બદલવા અને ખેડૂતોને કૃષી વિષયક વિજ પુરવઠો સતત આઠ કલાક બ્રેક વગર પુરો પાડવામાં તેવી માંગ ધારાસભ્ય પુંજાભાઇ વંશ, બાલુભાઇ હિરપરા, ગુણવંતભાઇ તળાવીયા, રામભાઇ ડાભી, કમલેશભાઇ બાંભણીયા તેમજ ખેડૂતો સહીત ઉના શહેર ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમીતી દ્વારા પીજીવીસીએલ, પ્રાંતને સંબોધી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લેખિત રજુઆત કરી હતી.

ઉના ગીરગઢડા તાલુકામાં તૈકતે વાવાઝોડા બાદ વિજ પુરવઠો સંપૂર્ણપણે અસરગ્રસ્ત થયેલ હજારો વિજ થાંભલાઓ પડી ગયેલ અને અનેક ટ્રન્સફોર્મરો સંપૂર્ણ નુકશાન થયેલ જેના કારણે સંપૂર્ણ વિસ્તારમાં વિજ પુરવઠો ખોરવાઇ ગયેલ હતો. વાવાઝોડાને મહીનાઓ વીતી ગયા હોવા છતાં વાવાઝોડાથી તમામ ક્ષતિગ્રસ્ત તમામ વિજલાઇનો ટ્રાન્સફોર્મરો અને વાયરો બદલી રીપેર કરીને વિજપુરવઠો ચાલુ કરવાની કાગીરી હજુ સુધી પૂર્ણ કરવામાં આવેલ નથી. વાવાઝોડા બાદ વિજપુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી મંથરગતીએ ચાલતી હોવાથી આજદિન સુધી તાલુકામાં વિજપુરવઠો પુનઃસ્થાપીત થયો નથી. તા. ૧૮ ઓક્ટો.૨૦૨૧ સ્થિતીએ ઉના ગીરગઢડા તાલુકાઓમાં ૫૧૨ જેટલા ટ્રાન્સફોર્મરો બદલવાના બાકી છે. ટ્રાન્સફોર્મરો સમયસર ન બદલતા હજારોની સંખ્યામાં વિજ ગ્રાહકો અને ખડૂતોને વિજ પુરવઠો બંધ છે. બળી ગયેલા ટ્રાન્સફોર્મર ૨૦ થી ૨૫ દિવસ સુધી ન બદલતા ખેડૂતો અને ધર વપરાશના વિજ ગ્રાહકોને લાંબા સમય સુધી વિજ પુરવઠાથી વંચિત રહે છે. ચોમાસા બાદ ખેડૂતો સિંચાઇ માટે વિજ પુરવઠાની જરૂરીયાત હોય તેવા સમયેજ ૧૦, ૧૬, ૨૫, ૬૩, ૧૦૦ કે.વી. ના બળી ગયેલ ટ્રાન્સફોર્મર ઉપલબ્ધ ન હોવાથી સમયસર ન બદલતા ખેડૂતોનો ઉભો પાક સુકાઇ કે બળી જવાની દહેશત ઉભી થઇ છે. અને આગામી સીઝન માટે ખેડૂતો નવા પાકનું વાવેતર કરી શક્તા નથી, તાજેતરમાં કોલસાની ઉભી થયેલ તંગીના કારણે વિજપુરવઠાની તંગીમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ પૂરી પાડવામાં આવતી વિજળી અને કૃષી વિષયક વિજળીમાં લોડ શેડીંગના નામે કાંપ મુકી દેવામાં આવે છે. જેથી ઉના શહેર અને ગામોમાં ધર વપરાશના વિજગ્રાહકો અને ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આઠ કલાકની જગ્યાએ ચાર કલાકજ  વિજપુવરઠો મળે છે. જેના કારણે શિયાળુ પાકનું વાવેતર સમયસર કરી શકતા નથી. આ તમામ ખેડૂતોને તાત્કાલીક અસરથી જરૂરી કામગીરી પૂર્ણ કરી વિજપુરવઠો આપવા માંગ કરી હતી.

-ઊના-ગીરગઢડામાં-બળેલ-ટ્રાન્સફોર્મરો-તાત્કાલી-બદલવા-અને-ખેડૂતોને.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *