Gujarat

બોટાદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી પહેલા યાર્ડના પૂર્વ ચેરમેને રાજીનામું આપી દીધું

બોટાદ
બોટાદ માર્કેટ યાર્ડની ચૂંટણી પહેલા જ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે યાર્ડના પૂર્વ ચેરમેન જાેરૂભાઈ ધાંધલે રાજીનામું આપી દીધું છે. ભાજપે મેન્ડેટ ન આપતા નારાજગી છે. મેન્ડેટ ન મળવાનો અણસાર આવી જતાં જાેરૂભાઈએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં જાેરૂભાઈએ તો જાહેરાત કરી કે, તેઓ પોતાની પેનલ બનાવી યાર્ડની ચૂંટણી લડશે. જેના કારણે ભાજપને નુકસાન થશે. જાેરુભાઈ ધાંધલ બાદ તેમના સમર્થનના પણ રાજીનામાં પડ્યા છે.જિલ્લા ભાજપમાં ૫ આગેવાનોએ રાજીનામાં આપ્યા છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પહેલા ૫ આગેવાનોના રાજીનામાંને લઈ રાજકારણ ગરમાયું છે. રાજીનામું આપનાર તમામ ભાજપના આગેવાનો ભાજપની પેનલ સામે આવતીકાલે ફોર્મ ભરી યાર્ડની ચૂંટણી લડશે. બોટાદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી ૧૦ જુલાઈએ યોજાશે.બોટાદ જિલ્લા સહકારી કન્વીનર જાેરુભાઈ ધાંધલ બાદ તેમના સમર્થનમાં અન્ય રાજીનામાં પડ્યા છે. જિલ્લા ભાજપમાં ફરી ૫ આગેવાનોએ રાજીનામાં આપ્યા છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પહેલા ૫ આગેવાનોના રાજીનામાંને લઈ રાજકારણ ગરમાયું છે. જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ સામે નારાજગી વ્યક્ત કરી છે. મયુર પટેલ પોતાની મનમાની કરી ઉમેદવાર પસંદગી કરતા હોય જેને લઈ નારાજગી હોવાનું સામે આવ્યું છે. રાજીનામુ આપનાર તમામ ભાજપના આગેવાનો ભાજપની પેનલ સામે આવતીકાલે ફોર્મ ભરી યાર્ડની ચૂંટણી લડશે. બોટાદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીને લઈ ૧૦ જુલાઈના રોજ મતદાન યોજાશે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *