મનોદિવંયાગ, સેરેબ્લ પારસી,ઓટીઝમ અને મલ્ટી ડીસેબલ્ડ લાભાર્થીઓ ને એમના નાણાકીય લેવડદેવડ માંકે એમની બચત-મિલકત ને કોઈ અજાણ વ્યક્ત છેતરી ને લઈ ના જાય એ હેતુસર સરકાર શ્રી ધ્વારા ગાર્ડીયનશીપ યોજના નેશનલ ટ્રસ્ટ એક્ટ હેઠળ જાહેર કરેલ છે.જેનો લાભ વધુ ને વધુ વાલીઓ લે અને એમના સ્પેશિયલ બાળક નાં લીગલ વાલી બને એ હેતુસર અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા અને નેશનલ ટ્રસ્ટ લોકલ લેવલ કમિટી ધ્વારા હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન માં લીગલ ગાર્ડીયનશીપ ની માહીતી આપતો એક સેમિનાર યોજાયેલ જેમાં શહેર નાં વાલીઓ એ ભાગ લીધો હતો અને લીગલ ગાર્ડીયનશીપ ની વિસ્તૃત માહીતી લીધી હતી.


