ઊના ગીરગઢડા રોડ પર આવેલ જીનીંગ મીલમાં દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે ગીરસોમનાથ જીલ્લા એલ સી બી ટીમે
દરોડા પાડી દારૂની પેટીઓના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડેલ હતા. જ્યારે આ શખ્સોની પુછપરછ કરતા વધુ ત્રણ નામ
ખુલતા પાંચ શખ્સો સામે ફરીયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઊના ગીરગઢડા રોડ પર આવેલ સ્ટાન્ડર કોટન જીનિંગ મીલના ગોડાઉનમાં મોટાપાયે જથ્થો હોવાની બાતમી આધારે જીલ્લા એલ સી
બી ટીમે દરોડા પાડતા જીનિંગ મીલના ગોડાઉન માંથી અલગ અલગ વિદેશી દારૂ ૧૭૧ પેટીઓ બોટલ નં. ૨૫૯૨ તેમજ બીયર
ટીનની ૩૩ પેટીઓ ટીન નં. ૭૯૨ કિ.રૂ. ૭,૪૧,૬૦૦ તેમજ મોબાઇલ ૩ સહીત કુલ કિ. રૂ.૭,૬૭,૧૦૦ લાખથી વધુનો મુદામાલ
સાથે બે શખ્સોને ઝડપી પાડેલ હતા. આ દારૂનો જથ્થો કબ્જે લઇ ટ્રેક્ટર મારફતે મીલના ગોડાઉન માંથી ભરી પોલીસ લાઇન ખાતે
લાવવામાં આવેલ હતો. આ દારૂના જથ્થા સાથે કાના કાળુ ગોહીલ, હસનેન આસીફઅલી સુમરાણી રહે. ઉના બન્ને શખ્સોને એલ
સી બીએ ઝડપી લીધા હતા. પોલીસે વધુ પુછપરછ કરતા અન્ય ત્રણ શખ્સોના નામ ખુલ્યા હતા. જેમાં ભગુ ઉકા જાદવ રહે.ઉમેજ
ભાગીદારીમાં દારૂનો ધંધો કરતો હોય જ્યારે પંકજ રહે. નાની દમણ હાલ મુંબઇ તે દારૂનો મુદામાલ પુરો પાડતો હોય તેમજ રાકેશ
ભીમા રહે.રોહીસા મંગાવતો હોવાનું ખુલ્યુ હતું. આમ પોલીસે કુલ પાંચ શખ્સો વિરૂધ પોલીસ ફરીયાદ નોધી ત્રણ શખ્સોને ઝડપી
પાડવા તપાસ હાથ ધરેલ છે.


