દિલ્હી
પ્રફુલ પટેલ. આજકાલ એક જ નામના બે નેતાઓના નામ ખૂબ જ ચર્ચામાં છવાયેલા છે. બંને નેતાઓની વિચારધારાઓ રાજકીય રીતે અલગ અલગ રહેલી છે. એક મહારાષ્ટ્રમાં રાજકીય રીતે હલચલ મચવાને લઈ ચર્ચામાં છે. તો બીજુ નામ પોતાના કાર્યને લઈ કેન્દ્રમાં સ્થાન મળવાની વાતને લઈને ચર્ચામાં છે. આમ તો એકસરખા નામ ધરાવતા બંને નેતાઓ પોતાના કામને લઈ ચર્ચામાં રહે છે, પરંતુ બંનેના કામ અને કાર્ય અલગ અલગ છે. વળી આ બંને નેતાઓનો સંબંધ ગુજરાતના હિંમતનગર શહેર સાથે છે.મોદી કેબિનેટમાં સ્થાન મળવાની ચર્ચા પ્રફુલ પટેલની થઈ રહી છે. આ વાત હિંમતનગરના પ્રફુલ પટેલની છે, જેઓ દિવ દમણ અને લક્ષદ્વીપ ના પ્રશાસક તરીકે પદ સંભાળી રહ્યા છે. દ્ગઝ્રઁ ના દિગ્ગજ નેતા પ્રફુલ પટેલ. આ મૂળ ગુજરાતી નેતાનો સંબંધ હિંમતનગરમાં છે અને તેઓ પણ અનેકવાર હિંમતનગરમાં આવન જાવન કરતા હોય છે. આ તો થઈ મહારાષ્ટ્રના નેતાના નામને લઈને ચર્ચાની વાત. બન્ને નેતાઓના નામ રાજકારણમાં રાષ્ટ્રીયસ્તરે ચર્ચાઈ રહ્યા છે.પ્રશાસક પ્રફુલ પટેલ હિંમતનગરના છે. તેઓનુ ઘર અને પરિવાર હિંમતનગરમાં જ રહે છે. તેઓ પૂનમે શામળાજી દર્શન કરવા માટે અચૂક આવે છે. વર્ષ ૨૦૦૭માં તેઓ હિંમતનગરના ધારાસભ્ય બન્યા હતા અને ૨૦૧૦ થી ૨૦૧૨ માં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં ગૃહ રાજ્ય પ્રધાન રહી ચુક્યા હતા. હિંમતનગરમાં તેઓએ ધારાસભ્ય રહેતા મેડીકલ કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, દેશની પ્રથમ એનિમલ હોસ્ટેલ, દેશનો મોડેલ પ્રોજેક્ટ કેનાલ ફ્રન્ટ સહિત અનેક વિકાસ કાર્યો હાથ ધર્યા હતા. દ્ગઝ્રઁ ના પ્રફુલ પટેલ મૂળ ગુજરાતી છે અને તેઓના સાળા હિંમતનગરમાં રહે છે. પ્રફુલ પટેલના સાળા હિંમતનગરમાં સિમેન્ટનો મોટો કારોબાર ધરાવે છે, જ્યારે તેમના સાળાનો પુત્ર પણ પિતાના કારોબારમાં સંકળાયેલા છે. થોડાક મહિનાઓ અગાઉ જ પ્રફુલ પટેલના સાળાના પુત્રના લગ્ન હતા અને તેઓ લગ્નમાં પરિવાર સહ હાજર રહ્યા હતા.


