Gujarat

તા.૧૧/૦૭/૨૦૨૩ અમરેલી જિલ્લાના વડીયા પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોકસોના ગુનામાં છેલ્લા આંઠ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્વારા તા.૧૦/૦૭/૨૦૧૩ થી તા.૩૧/૦૭/૨૦૨૩ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે વડીયા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૦૩/૨૦૧૫, આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસો એકટ કલમ ૪, ૮ મુજબના ગુનાનો આરોપી છેલ્લા આંઠ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, તેમજ મજકુર લીસ્ટેડ આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ગઇ રોજ તા.૧૦/૦૭/૨૦૨૩ નાં રોજ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખીજડીયા ગામેથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
કાળુ ડુંગરસિંહ અજનાર, ઉ.વ. ૨૪, રહે. કુદલવાસા, અરંડી ફળીયા, તા.જોબટ, જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ હાલ રહે. ખીજડીયા, તા.પડધરી, જિ.રાજકોટ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એ.એસ.આઇ. મહેશભાઈ સરવૈયા, ભગવાનભાઇ ભીલ તથા હેડ કોન્સ. કિશનભાઈ આસોદરીયા, તથા પો.કોન્સ. તુષારભાઇ પાંચાણી, ઉદયભાઇ મેણીયા, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે,
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230712-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *