ગુનાની વિગતઃ-
ગઇ તા.૦૭/૦૭/૨૦૨૩ નાં ધારી, સ્વામિનારાયણ મંદિરમાં શૈલેષ છગનભાઇ ઉંધાડ રહે.સુરત વાળો હરિભકત બનીને આવેલ અને ભગવાનને સુવર્ણ તથા રજત તુલા કરવાનું મંદિરના કોઠારી સ્વામીને કહેલ અને કોઈ મંદિર સંલગ્ન સોની વેપારી હોય તો સોનુ ચાંદી લઈ આવવા અને જે પૈસા થાય આપી દેવાનું કહેતા, કોઠારી સ્વામીએ સોની વેપારી દિવ્યેશભાઇ જીતેન્દ્રભાઇ સીધ્ધપુરા, ઉ.વ.૨૮, રહે.ઘારી, મેઈન બજાર, તા,ધારી, જિ.અમરેલી વાળા ફોન કરી વાત કરેલ, દિવ્યેશભાઇ પોતાની ધારીમાં આવેલ એન.ડી.એસ. સોનાની દુકાનમાંથી ચાંદીના ઢાળીયા નંગ – ૧ કિ.રૂ.૧,૯૮,૦૦૦/- તથા સોનાના ઢાળીયા નંગ – ૪ કિં.રૂ.૧૦,૩૭,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૨,૩૫,૦૦૦/- ના લઇને મંદિરે ગયેલ. આ શૈલેષ છગનભાઇ ઉંધાડે ભગવાનની સુર્વણ રજત તુલા કરેલ, અને બાદમાં બૈરાઓને દર્શન કરવા છે તમો બધા બહાર આવતા રહો તેમ કહેતા, કોઠારી સ્વામી તથા સૌની વેપારી ઓફીસમાં આવતા રહેલ, અને ઘણી વાર લાગતા અને આ શૈલેષ ઓફીસમાં નહી આવતા મંદિરમાં જોતા આ શૈલેષ છગનભાઈ ઉંધાડ સોની વેપારી પાસેથી લીધેલ સોના ચાંદીના ઢાળીયા લઇ ફરાર થઈ ગયેલ હતો, જે અંગે દિવ્યેશભ ઇએ કરીચાદ જાહેર કરતા ધારી પોલીસ સ્ટેશન એ પાર્ટ.ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૩૦૩૭૪ /૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦બી મુજબ ગુનો રજી. થયેલ. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ આસરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ મિલકત સબંધી ગુનાઓ આચરતા ઇસમોને પકડી પાડી, મુદ્દામાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા માર્ગદર્શન આપેલ હોય,જે અનવયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રારી હેઠળ
એલ.સી.બી. ટીમએ ઉપરોકત ગુનો કરી નાશી જનાર આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી
પાડી, આગળની કાર્યવાહી થવા ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ- શૈલેષ છગનભાઇ ઉંધાડ, ઉ.વ.૪૧, રહે.થાણા ગાલોળ, તા.જેતપુર, જિ.રાજકોટ.
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ- પકડાયેલ આરોપી શૈલેષ છગનભાઇ ઉઘાડ વિરૂધ્ધ નીચે મુજબના ગુનાઓ રજી, થયેલ છે.
(૧) સરથાણા પો.સ્ટે. (સુરત શહેર) કુ. ગુ.ર.નં. ૪૯૮/૨૦૧૯, IPC કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ. (૨) માલવીયા નગર પો.સ્ટે. (રાજકોટ શહેર) ફ. ગુ.ર.નં.૮/૨૦૧૯, IPC કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ (૩) સી ડીવી. પો.સ્ટે.(જુનાગઢ)ગુ.ર.નં.૧૧૨૦૩૦૦૪૨૧૧૦૧૦/૨૦૨૧, IPC કલમ ૪૦૬,૪૨૦,૧૨૦બી મુજબ, (૪) બી ડીવી.પો.સ્ટે.(કચ્છપશ્ચિમ ભુજ)ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૩૨૩૦૦૮૯/૨૦૨૩, IPC કલમ ૪૦૬,૪૨૦ મુજબ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમના હેડ કોન્સ. રાહુલભાઈ ચાવડા, આદિત્યભાઇ બાબરીયા, કિશનભાઇ આસોદરીયા તથા પો કોન્સ. ભાવિનગીરી ગોસ્વામી, તુષારભાઈ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


