હાલના વર્ષે શાળા પ્રવેશોત્સવ સમયે વાવાઝોડાની આગાહીના કારણે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો રદ કરાયા હતા બાદમાં પણ વધુ વરસાદની આગાહીના પગલે શાળા પ્રવેશોત્સવોનુ આયોજન થઈ શક્યુ ન હતુ ત્યારે કેશોદ તાલુકાના રાણીંગપરા પે સેન્ટર શાળામાં બાલ વાટીકાનું નવુ ધોરણ પ્રાથમિક શાળામાં આ વર્ષે શરૂ થતાં 24 બાળકોએ પ્રવેશ લીધોછે જેનું પ્રોત્સાહીત કિટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ દ્રીતીય અને ત્રીતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને શીલ્ડ સાથે પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવ્યો હતો તેમજ વર્ષ દરમિયાન સૌથી વધુ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થી વાલીઓ ગ્રામજનોએ સાથ સહકાર આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો જે તમામનો શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો
નરેશ રાવલીયા કેશોદ


