વિજેતાઓને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર તથા ઈનામ આપવામાં આવ્યા
***
મહેમદાવાદ તાલુકા પંચાયત કચેરીમાં આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા “શ્રી અન્ન” મિલેટ્ર્સ વાનગી સ્પર્ધા તા. ૧૪/૦૭/૨૦૨૩ ના રોજ યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ-૨૦૨૩ને મિલેટ્રસ વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે.
જે અંતર્ગત આજ રોજ મહેમદાવાદ તાલુકા પ્ંચાયત કચેરીમાં મહેમદાવાદ ઘટક ૧ અને ૨ ના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મિલેટ્સ માંથી બનતી અલગ-અલગ વાનગીઓની સ્પર્ધા રાખવામાં આવી હતી.
મહેમાનો દ્વારા તમામ વાનગીઓનું પોષણ મૂલ્ય, સ્વાદ, દેખાવના આધારે પ્રથમ, દ્વિતીય, તૃતીય, નંબર આપવામાં આવ્યા હતા અને વિજેતાઓને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર તથા ઈનામ આપવામાં આવ્યા હતા. તેમજ જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખશ્રી દ્વારા પ્રોત્સાહનના ભાગરૂપે ચોપડા આપવામાં આવ્યા હતા.
આ સ્પર્ધામાં મહેમદાવાદ વિધાનસભાના પૂર્વ કેબીનેટ મંત્રી તેમજ ધારાસભ્ય અર્જુનસિંહ, પ્રાંત અધિકારી બોડાણા, તાલુકા પંચાયત પ્રમુખ, પ્રોગ્રામ ઓફિસર મનિષાબેન બારોટ, જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ દિપ્તીબેન ભટ્ટ, આરોગ્ય વિભાગમાંથી માયાવંશીબેન, તેમજ આઇ.સી.ડી.એસ.મહેમદાવાદ ઘટક-૧ અને ૨ નો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.


