મકસુદ કારીગર.કઠલાલ
શ્રીમતી સ્વંય પ્રભાબહેન શાહ હાઇસ્કૂલના બાળકોને આજે ભારતના નવા મીશન ચંદ્રયાન 3 નું લોન્ચિંગ નું નિદર્શન કરાવવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં વિજ્ઞાન શિક્ષક ભાવનાબેન રાણા અને દિપસિંહ.સી.સોલંકી સાહેબે સતીષ ધવન સ્પેસ સ્ટેશન તથા ઈસરો, સેટેલાઈટ ની માહિતી આપી હતી. શાળાના આચાર્યશ્રી સંજયકુમાર.એન.પંચાલ નાઓ દ્વારા લાઇવ નિહાળો જીવનમાં આગળ વધો ના બોધ સાથે મીશન ચંદ્રયાન 3 ની સમજ આપી હતી.


