Gujarat

કઠલાલ ના ગોગજીપૂરા પ્રા.આ.કેન્દ્ર ખાતે એકજ દિવસમાં ૧૨ નોર્મલ પ્રસૂતિ કરાવવામાં આવી.

ખેડા જીલ્લા ના કઠલાલ તાલુકા ના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ગોગજીપુરાની વસ્તી ૩૩૨૦૩ છે. ખેડા જીલ્લાનુ ૨૪૪૭ કાર્યરત પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર છે. જે કઠલાલથી ૧૨ કીલોમીટર દુર કઠલાલ – અમદાવાદ હાઇવે પર આવેલુ છે. પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમા રોજની એવરેજ ૬૦ થી ૭૦ ઓપીડી રહે છે અને એવરેજ વાર્ષીક ૬૦૦ થી વધુ ડીલીવરી થાય છે. પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પર સરકારની આરોગ્યની તમામ સેવાઓ લાભાર્થી ઓ ને સમયસર તથા સંતોષકારક તથા નિઃશુલ્ક આપવામાં આવે છે.
 પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પર ખેડા જીલ્લા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ધ્રુવે તથા તાલુકા હેલ્થ ઓફીસર ડો.સૌરભ શાહ તથા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો.જતીન. એસ. માલવણીયા અને આયુષ મેડીકલ ઓફીસરડો પલક.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્રારા તા.૧૨/૦૭/૨૦૨૩ થી તા.૧૩/૦૭/૨૦૨૩ દરમ્યાન ૧૨ નોર્મલ ડીલીવરી કરાવવામા આવેલ છે. જેમાની તમામ માતા અને બાળકો તંદુરસ્ત છે.જેમા પાંચ પ્રસુતી પ્રથમ સુવાવડ છે.

IMG_20230715_152224.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *