અહી સૌ પ્રથમ વિદ્યાર્થીઓ(ઉમેદવાર)ના આવેદનપત્રો ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળા પરિવારના આચાર્ય હિતેશભાઈ જરૂ(R.O)રિટર્નિંગ ઓફિસરને ઉમેદવારો અને તેના ટેકેદારો સાથે આવીને ચૂંટણી ફોર્મ ભર્યું હતું. શિક્ષકમિત્રો ગોધાવિયા મુસ્તાકભાઈ અને અમરેલીયા રફિકભાઈ મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી હતી. જયારે શાળાના વિદ્યાર્થી મિત્રોએ અન્ય ચૂંટણી સ્ટાફ તરીકે રહીને આ કામગીરીમાં સારો એવો સહયોગ આપ્યો હતો.
સૌ પ્રથમ વોટિંગ મશીન(Voting Machine)એપ્લિકેશન માં ઉમેદવારના નામ અને ચૂંટણી પ્રતીક ઉમેરવામાં આવ્યું હતું. ત્યારબાદ જે વિભાગ માં જે બાળકે ઉમેદવારી નોધાવી હતી તે વિભાગ માં તેના નામ અને ફોટા સાથે ની વિગત અપલોડ કરવામાં આવી હતી. અહી શાળાના વિવિધ ખાતામાં જે વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોધવામાં આવી હતી. જેવાકે મહામંત્રી , સફાઈમંત્રી ,પ્રાર્થના મંત્રી , આરોગ્ય મંત્રી ,રમત ગમત મંત્રી, શણગાર મંત્રી જેવા વિવિધ ખાતા ઓ રાખવામાં આવ્યા હતા.
ધોરણ 3 થી 8ના 70 જેટલા બાળકો દ્વારા વાસ્તવિક ચૂંટણી સ્વરૂપ EVMમાં મત આપીએ છીએ એજ રીતે મત આપ્યા હતા અને એપ્લિકેશન દ્વારા થોડા સમયમાં રીઝલ્ટ આપી દેવામાં આવ્યું હતું. આમ કાગળ અને સમયની બચત કરવામાં આવી હતી. ત્યારબાદ વિજેતા ઉમેદવારો અને તેના સમર્થકો દ્વારા ઢોલ સાથે પોતાના વિજયની ઉજવણી કરવામાં આવી હતી. અંતે સ્કૂલના બધા બાળકો મન મૂકીને ઢોલના તાલે નાચ્યા હતા આમ બાળકો મોજ મજા સાથે લોકશાહીના મૂલ્યો શીખ્યા હતા ત્યારબાદ નાસ્તો કરી છૂટા પડ્યા.
ઉપર મુજબનું આયોજન સામાજિક વિજ્ઞાનના શિક્ષક ભરતભાઈ ઝાટિયા દ્વારા કરવામાં આવ્યું હતું.અંતે તેઓએ સૌનો આભાર માન્યો હતો…….
રિપોર્ટર::શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ ::હડિયાણા….


