*સ્પેશ્યલ ઓપરેશન ગૃપ ( એસ.ઓ.જી.અમરેલી.)*
*પ્રેસનોટ તા.૧૫/૦૭/૨૦૨૩.*
*શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગર* નાંઓ દ્વારા ગેરકાયદેસર અનાજનાં જથથનું વેંચાણ થઇ રહેલ હોય, જે અંગે ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસરની પ્રવૃતિ જણાય આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાં આપેલ હોય, જે અન્વયે *પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ,* અમરેલીનાઓનાં માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં આવા ગેર કાયદેસર અનાજનાં જથ્થો મળી આવ્યેથી આવા ઈસમોને પકડી પાડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ.
જે અનુસંઘાને *એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ* તથા *પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એન.બી.ભટ્ટ* તથા *એસ.ઓ.જી.ટીમ* અમરેલી જિલ્લામાં આવા ગેર કાયદેસર અનાજનાં જથ્થાનું વેંચાણ વહન કરતા હોય, તેવા શંકાસ્પદ ઈસમો ઉપર વોંચ રાખી માહિતી મેળવી અને તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, જે અન્વયે બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, બગસરાનાં નવા જીન પરા વિસ્તારમાં શંકાસ્પદ આઇસર નંબર GJ-4-T-6496 માં ગેરકાયદેસર અનાજનો જથ્થો ભરેલ હોય, તેવી ચોક્કસ અને આધારભુત ખાનગી બાતમી આધારે સદરહું વિસ્તાર કોર્ડન કરી ચેક કરતા ઉપરોક્ત આઇસર વાહન મળી આવેલ હોય, જે આઇસર ચેક કરતા ગેર કાયદેસર આધાર-પુરાવા વગરનો અનાજનો ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
*શંકાસ્પદ આરોપી ઃ-*
અલ્તાફ ઉર્ફે ભુરો અલ્લારખભાઇ કાળવાતર, રહે.નવા જીન પરા, તા.બગસરા, જિ.અમરેલી.
*કબ્જે કરેલ મુદ્દામાલ ઃ-*
પકડાયેલ શંકાસ્પદ આઇસરની અંદરથી આધાર પુરાવા વગરનો અનાજનો જથ્થો જેમાં ચોખાનાં ૨૦ કિલો વજનનાં કુલ બાચકા નંગ-૭૫, કિ.રૂા.૬૩,૦૦૦/- તથા ધઉનાં બાચકા નંગ-૪૦, કિ.રૂા.૩૨,૪૦૦/- તથા શંકાસ્પદ આઇસર વાહન રજી.નંબર GJ-4-T-6496 કિ.રૂા.૨,૦૦,૦૦૦/- મળી *કુલ કિ.રૂા.૨,૯૫,૪૦૦/-* મુદ્દામાલ સાથે શંકાસ્પદ આઇસર સાથે મામલતદારશ્રી બગસરા તથા પુરવઠા વિભાગનાં નાયબ મામલતદારશ્રી બગસરાનાઓની રૂબરૂ સી.આર.પી.સી.કલમ-૧૦૨, મુજબ કાર્યવાહી કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે બગસરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
*આમ, આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી.ટીમ ના એ.એસ.આઇ. આર.બી.રાઠોડ તથા નાજભાઇ પોપટ તથા હેડ કોન્સ. ગોબરભાઇ લાપા, જીતેન્દ્રભાઇ મહેતા દ્વારા કરવામાં આવેલ છે.*
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


