દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠયો
થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા તાલુકાના સમઢિયાળા ગામે જમીન મુદ્દે જૂથ અથડામણમાં 2 દલિતોના મોત નીપજ્યા હતા.આ ઘટના સમગ્ર ગુજરાત માં વાયુવેગે પ્રસરી જતાં સમગ્ર ગુજરાત માંથી દલિત આગેવાનો બનાવ સ્થળે ઉમટી પડ્યા હતા.આ બનાવ થી સમગ્ર. દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠયો હતો.જેના ભાગરૂપે ગુજરાતમાં અનેક જગ્યાએ આવેદનપત્રો પણ અપાયા હતા જેમાં આજરોજ વંથલી ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નાં કાર્યકરોએ મામલતદાર મારફત વડાપ્રધાન ને આવેદનપત્ર પાઠવી,તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે,પીડિતોને પોલીસ રક્ષણ આપવામાં આવે,જવાબદાર પોલીસ અધિકારીઓને પરોક્ષ રીતે મદદગારી સબબ તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવે જેવી અનેક માંગણીઓ કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છેકે ગુજરાતમાં દિનપ્રતિદિન દલિત અત્યાચાર ની ઘટનાઓ છાશવારે બનતી રહે છે ત્યારે ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર અત્યાચાર નિવારણ નાં કડક અને પરિણામ લક્ષી કાર્યવાહી કરે તે જરૂરી છે. આ તકે RDAM સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ મુકેશ ચૌહાણ, તાલુકા પ્રમુખ રમેશ વાણવી,સર્વે શ્રી અજય વાણવી, રાજુ સિંગલ,અરવિંદ મકવાણા,મુકેશ મુછડિયા,રમેશ સિંગરખીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી


