Gujarat

અમરેલી ટાઉનમા કુમળી વયની બાળકી સાથે શારીરીક અડપલા કરનાર આરોપીને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ

શ્રી ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક ,ભાવનગર વિભાગ તથા શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક , અમરેલી નાઓએ જીલ્લામાં બનતા શરીર સંબંધી ગુન્હાઓમા આરોપીઓને સત્વરે પકડી પાડવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક ,અમરેલી ડિવીઝન ના માર્ગદર્શન હેઠળ શ્રી ડી કે વાઘેલા પોલીસ ઇન્સપેક્ટર અમરેલી સીટી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ ગઇ તા. ૧૪/૦૭/૨૦૨૩ ના રોજ અમરેલી ટાઉનમાં આરોપીએ પોતાની દરજીકામની દુકાનમાં ભોગ બનનાર આશરે સાડા પાંચ વર્ષની બાળકીને પોતાના મોબાઇલમા કાર્ટુન બતાવી તેના શરીર સાથે અડપલા કરી,શારીરીક છેડછાડ કરેલ હોય જે ગુન્હાના કામે આરોપીને ધોરણસર અટક કરી કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગત હરેશભાઇ મનુભાઇ માલવીયા ઉં.વ.૪૩ ધંધો,દરજીકામ રહે.અમરેલી.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
શ્રી ડી.કે.વાધેલા પોલીસ ઇન્સપેકટર અમરેલી સીટી પોલીસ સ્ટેશન ની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાખટ પોલીસ સબ ઇન્સ.તથા એ.એસ.આઇ.હરેશસિંહ પરમાર, જાકિરમાઇ ટાંક તથા હેડ કોન્સ રાજેન્દ્રભાઇ ચૌધરી, જયસુખભાઇ આસલીયા તથા પોલીસ કોન્સ જગદીશભાઇ પોપટ, ધવલભાઇ મકવાણા, વનરાજભાઇ માંજરીયા, ચિરાગભાઇ માટીયા, સંજયભાઇ પાટડીયા દ્વારા કરવામાં આવેલ
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230715-WA0065.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *