ગ્રામપંચાયત પ્રતિનિધીની ઉચ્ચ કક્ષાએ રજૂઆત….
ઉના તાલુકાના સૈયદ રાજપરા દરીયા કીનારે માછીમારોની બાર હજાર થી વધુ વસ્તી ધરાવતા વિસ્તારમાં આવેલ પ્રાથમિક આરોગ્ય
સબ સેન્ટર આવેલું હોય પરંતુ વધું વસ્તી ધરાવતા આ બંદરને આરોગ્ય બાબતે કોઈપણ સુવિધા ઉપલબ્ધ નહીં હોવાનાં કારણે
સામાન્ય રોગ ની તપાસ માટે દેલવાડા ઉના સુધી ૨૦ કિ.મી.નું અંતર કાપી આવવું પડતું હોવાનાં કારણે ભારે પરેશાની વેઠવી પડે છે.
સૈયદ રાજપરા દરીયા કિનારે માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા આજીવન માછીમાર કાયમી વસવાટ કરે છે મોટું બંદર વિસ્તાર
ધરાવતા આ બંદર પર આરોગ્ય બાબતે ધણી મુશ્કેલી અનુભવી પડે છે. ગામની વસ્તી સાથે આજુબાજુનાં વિસ્તારનાં લોકો પણ
વર્ષનાં આઠ માસ સુધી માછી વ્યવસાય કરતાં હોય નાની મોટી બીમારી તેમજ રૂતુ આધારી બિમારી પાણીજન્ય રોગચાળાના ભરડા
વખતે તાત્કાલિક સારવાર બાબતે મુશ્કેલી સર્જાય છે. એ વખતે અનેક પ્રશ્ર્ન ઉભા થાય છે એમરજન્સી સારવાર પણ મળી શકતિ
નથી. આ બંદર પર સબ આરોગ્ય સેન્ટર આવેલું છે તેને નવાબંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંચાલિત કરાયેલું હોય અને બન્ને ગામ વચ્ચે
૨૫ કિ.મી. લાંબુ અંતર છે આઉટ બંદર વિસ્તાર ધરાવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે અનેક વખત આરોગ્ય પ્રશ્રને સમસ્યા ઉભી
થતી હોય છે. લોકોને દેલવાડા, ઉના, સનખડા સુધી એમરજન્સી સારવાર માટે વાહન ભાડાં ખર્ચી આખો દિવસ હેરાનગતિ
ભોગવવી મોટો આર્થિક ખર્ચ કરવો પડે ત્યારે સારવાર મળે છે. આ બાબતે સૈયદ રાજપરા ગામનાં સરપંચ ભરતભાઈ કામળીયા એ
રાજ્ય તેમજ જીલ્લા તાલુકાનાં લાગતાં વળતા અધિકારીઓ પ્રજાનાં ચુંટાયેલા પ્રતિનિધિઓ આરોગ્ય મંત્રી તેમજ મુખ્ય મંત્રીને લેખિત
રજૂઆત કરી સૈયદ રાજપરા બંદરને વસ્તી આધારીત નવું સામુહિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફાળવા માંગણી કરી કાયમી આરોગ્ય લક્ષી
સમસ્યા હલ કરવાની માગણી કરી છે તેમજ હાલનાં તબકે સૈયદ રાજપરા બંદરનાં સબ સેન્ટરને દેલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે
સંલગ્ન કરી દેવામાં આવે તો મુશ્કેલી હલ થઇ શકે છે. સૈયદ રાજપરા બંદરનાં લોકોને ડીલેવરી તેમજ એમરજન્સી સારવાર અને નાની
મોટી બીમારી ની સારવાર માટે ઉના ખાનગી હોસ્પિટલમાં વધું ખર્ચ કરીને સારવાર અર્થે આવવું પડે છે. સમયસર વાહનો પણ મળતાં
નહિં હોવાથી લોકો હેરાનગતિ ભોગવવી પડે આ બાબતે તાત્કાલિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા માંગણી ઉઠવા પામી છે.
