ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવામાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં ન જવું પડે અને ઘરે બેઠા ઑનલાઇન ફરીયાદ કરી શકે તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશન મારફતે ફરીયાદ કરવા “a-FIR” ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી “e-FIR” અન્વયે સુચના અને માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ
અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં “e-
FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી, નાગરીકોના ચોરાયેલ વાહનો મોબાઇલ ફોન પાછા મળી રહે તે માટે જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.કે.વાઘેલા સાહેબની સુચના મુજબ સદરહું ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ હોય અને તા.૧૫/૦૭/૨૦૨૩ના રોજ અમરેલી જુના માર્કેટીંગ યાર્ડના ગેઇટ પાસેથી એક ઇસમને બાતમી આધારે પકડી પડેલ હોય અને તેની અંગઝડતી કરતા ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા પકડાયેલ ઇસમને ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે.
પકડાયેલ મુદ્દામાલની વિગત-
૧) અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૧૩૩/૨૦૨૩ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબના ગુનાના કામે ચોરી
થયેલ મોબાઇલ ફોન સેમસંગ કંપનીનો 423 મોડેલનો કી.રૂ.૨૧,૦૦૦/-નો મોબાઇલ ફોન આરોપી પાસેથી રીકવર કરેલ છે.
* પકડાયેલ આરોપી
૧) તેજશ મહેન્દ્રભાઇ અધ્યારૂ રહે.અમરેલી, ઓમનગર તા.જી.અમરેલી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.કે.વાધેલા તથા પો.સબ ઇન્સ.શ્રી પી.વી.સાખટ તથા અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


