તાઉતે વાવાઝોડા બાદ સ્ટ્રીટ લાઇટ ફિટ ન કરાતા રાત્રીના લોકો હેરાન પરેશાન..વન્યપ્રાણીઓનો ભય…
ગીરગઢડાના જુડવડલી ગામમાં છેલ્લા બે વર્ષથી સ્ટ્રીટ લાઇન ન ફીટ કરાયેલ હોવાના કારણે ગામમાં રાત્રીના સમયે અંધાર પટ્ટ
છવાય ગયો છે. જેથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય ગીર નજીકના ગ્રામ્ય વિસ્તાર હોવાથી અવાર નવાર
વન્યપ્રાણીઓ ગામમાં આવતા જતા હોય છે. ત્યારે રાત્રીના અંધારામાં ગામના પાદર સુધી સિંહો આવતા હોય છે. અને ગામ લોકોમાં
ભયનું વાતાવરણ ફેલાઇ ગયુ છે. . તાઉતે વાવાઝોડામાં વિજપોલ સ્ટ્રીટ લોઇટો તુટી ગયેલ હોય ત્યાર બાદ છેલ્લા બે વર્ષથી ગામ
લોકો રાત્રીના સ્ટ્રીટ લાઇટ વગર અંધારામાં રહેવા મજબુર બન્યા છે. તેમ છતા આજદિન સુધી તંત્ર દ્રારા ગામમાં સ્ટ્રીટ લાઇટ ફિટ
કરાવામાં આવી નથી. અને ગામ લોકો વન્યપ્રાણીઓથી ભયભીત રહે છે. કારણકે વહેલી સવારે બાળકો વિદ્યાર્થીઓ શાળા તેમજ
ખેડૂતો જતા હોય ત્યારે અંધારામાં ભય રહે છે. આ બાબતની તંત્ર ગંભીરતા લઇ તાત્કાલીક યોગ્ય કરવા ગ્રામ પંચાયતના સરપંચ
તેમજ ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.
બોક્ષ્ – ટીડીઓ તેમજ તંત્રીને અવાર નવાર રજુઆત કરી છતાં તેનો અંત આવ્યો નથી..સરપંચ અરજણભાઇ…
ગીરગઢડાના જુડવડલી ગામ અરજણભાઇ ભાયાભાઇ ડાભી એ જણાવેલ કે બે વર્ષ પહેલા આવેલ તાઉતે વાવાઝોડામાં ગામમાં
ઇલેક્ટીક સ્ટ્રીટ બંધ થયા પછી આજ સુધી સ્ટ્રીટ લાઇટ ફિટ કરવામાં આવી નથી. ગામમા અંધાર પટ્ટ છવાયો છે. અને રાત્રીના
સમયે વન્યપ્રાણીઓ ગામમાં આવી જતા હોવાથી ગામ લોકોમાં ભય રહે છે. ટીડીઓ તેમજ તંત્રીને અવાર નવાર રજુઆત કરી છતાં
તેનો અંત આવ્યો નથી.
બોક્ષ્ – ૨૦ ગામની સાથે જીલ્લા માંથી આવશે પણ હજુ આવી નથી….ગ્રા.પં.સભ્ય
જુડવડલી ગ્રામ પંચાયત સભ્ય દોમડીયા એ જણાવેલ કે સ્ટ્રીટ લાઇટની સમસ્યા બે વર્ષથી છે. લાઇન ન હોવાથી અંધારામાં પણ
અવાર નવાર ગામમાં અગીયાર વાગ્યામાં સિંહ આવી જતા હોય છે. ટી ડી ઓ ને અને મંત્રીને બે વખત આ બાબતે રજુઆત કરતા
તેવોએ એક સાથે ૨૦ ગામની સાથે જીલ્લા માંથી સ્ટ્રીક લાઇટો આવશે તેવું કહેલ પણ જીલ્લા કે તાલુકા માંથી પણ નથી આવી
વારંવાર ગ્રામ પંચાયતે રજુઆત કરી છે. ગામમાં તાત્કાલીક સ્ટ્રીટ લાઇટ ફીટ થાઇ તેવી માંગ છે.


