સોમનાથ ભાવનગર ફોરટેક નેશનલ હાઇવે ઉનાનાં લામધાર ગામના પાટીયા પાસે થી પસાર થતો ઉના બાયપાસ ડાયરેક ભાવનગર
કાઢવામાં આવેલ છે. હાલ આ હાઇવે બાયપાસ પર વાહનોની અવર જવર શરૂ થઈ ગઈ છે.
પરંતુ આ બાયપાસ સરું કર્યા અંગે કોઈ સત્તાવાર નેશનલ બાયપાસ ઓથોરિટી દ્વારા જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં આ
બાયપાસ પર નાનાં મોટાં ભારે વાહનો દોડવા લાગ્યા છે. અને શહેરમાં મોટા વાહનો ઓછા થયાં હોય પરંતુ બાયપાસનાં સત્તાવાર
રીતે સાઈન બોર્ડ દિશા બતાવતાં મુકાયેલ નહીં હોવાનાં કારણે ગમખ્વાર અકસ્માતનો ભય લોકોને સંતાવી રહ્યો છે. અકસ્માતની કોઈ
ગંભીર ધટના ન સર્જાય તે પહેલાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઠેરઠેર નિયમ મુજબનાં સાઇન બોર્ડ મુકવાની માંગણી ઉઠવા પામી
છે.
કોડીનાર થી ઉના આવતા બાઈક રોહીત ભાઈએ જણાવેલ કે મારે ઉના જવું પરંતું લામધાર ગામના પાટીયા પાસે પહોચ્યો ત્યારે
હાઇવે પર ત્રણ રસ્તામાં કોઈ જાતના સુચનો બોર્ડ મારવામાં આવ્યાં નથી. જેથી વાહન ઉભુ રાખીને કોકને પૂછવું પડે છે. અને અહી
ઉભા રહીએ તો સ્પીડમાં આવતા વાહનોનો ભય રહે છે જેથી અહીં તંત્ર દ્વારા બોર્ડ મારવામાં આવે તેવી માંગ કરી હતી..


