સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે બનેલ ઘટનામાં બે અનુસુચિત જાતિના લોકોની નિર્મમ હત્યા અને અન્ય ચાર લોકોના ગંભીર રીતે ઘાયલ થવાને લઈને સનાતના યુવા સંગઠન છોટાઉદેપુર દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું,આવેદન પત્ર માં જણાવ્યું હતું કે આ બનેલ દુ:ખદ ઘટનામાં પીડિત પરિવારોને યોગ્ય સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવે, તેમજ સ્થાનિક લોકોને યોગ્ય સુરક્ષા આપવામાં આવે.ઉપરાંત જે આરોપીઓ ફરાર છે, તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને દોષિતો પર કડકમાં કડક કાર્યવાહી કરી ભોગ બનનાર અનુસુચિત જાતિના પરિવારને ત્વરિત ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે સનાતના યુવા સંગઠન છોટાઉદેપુર દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


