Gujarat

રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ MOU થયાં

અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલ – ઉદ્યોગમંત્રી – ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વાયબ્રન્?ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ સ્ર્ેં થયાં. જેના થકી ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં આવેલાં સાણંદ તાલુકામાં ટાટા નેનો બાદ બીજી મોટી રોજગારીની તક ઉભી થઈ છે. એન્?જીનિયરીંગ-ટેક્ષટાઈલ-ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ સાણંદ ય્ૈંડ્ઢઝ્ર ફેઝ-૨માં રોકાણો કરશે. ગુજરાત સરકારનો દાવો છેકે, આ એમઓયૂ થી ગુજરાતમાં એમાંય અમદાવાદ જિલ્લામાં ૩ હજારથી વધુ રોજગારીની તકો ઉભી થશે. ગુજરાત સરકારના પ્રો-એક્ટીવ અભિગમથી ઉદ્યોગ શરૂ કરવાની મંજૂરીઓ અતિ ઝડપથી મળે છે. સ્ર્ેં કરનારા ઉદ્યોગગૃહોએ મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલનાં નેતૃત્વની પ્રસંશા કરી. વડાપ્રધાન નરેન્?દ્રભાઈ મોદીએ ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્?વેસ્ટમેન્?ટ બનાવવાના આશયે શરૂ કરેલી વાયબ્રન્?ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે. આ વાયબ્રન્?ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. વાયબ્રન્?ટ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ સ્ર્ેં કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે. આ સંદર્ભમાં ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે વિવિધ ઉદ્યોગ ગૃહો દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ની પ્રેરક ઉપસ્થિતિ માં ૧૩૬૦ કરોડ રૂપીયાના કુલ રોકાણો સાથે ૬ જેટલા સ્ર્ેં બુધવાર, ૨૬મી જુલાઇએ ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. તદઅનુસાર, એન્?જીનિયરીંગ સેક્ટરમાં કુલ રૂ. ૭૭૫ કરોડના રોકાણો માટે ૩ ઉદ્યોગ ગૃહોએ સ્ર્ેં કર્યા હતા. આ ત્રણેય ઉદ્યોગ ગૃહો દ્વારા સાણંદ ય્ૈંડ્ઢઝ્ર ફેઝ-૨માં ઉદ્યોગો શરૂ કરાશે અને અંદાજે ૭૦૦ જેટલાં સંભવિત રોજગાર અવસરો પૂરા પાડવામાં આવશે. ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ સ્ર્ેં પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એસ. જે. હૈદરે રાજય સરકાર વતી અને ઉદ્યોગ ગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ ઝ્રઈર્ં, સ્ડ્ઢ વગેરેએ હસ્તાક્ષર કર્યા હતા. આ સ્ર્ેં અંતર્ગત ટેક્ષટાઈલ સેક્ટરમાં એક સ્ર્ેં રૂ. ૨૯૪ કરોડના રોકાણો માટે કરવામાં આવ્યો હતો. તેના દ્વારા ૧૮૦૦ લોકોને અપેક્ષિત રોજગારી મળશે. એટલું જ નહિ, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં થયેલા સ્ર્ેં અનુસાર, બે ઉદ્યોગો રૂ. ૨૯૦ કરોડનું રોકાણ કરશે તથા ૫૦૦ જેટલી સંભવિત રોજગારીની તકોનું આ ઉદ્યોગમાં નિર્માણ થશે. આ સ્ર્ેં કરનારા સૌ ઉદ્યોગકારોએ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલના નેતૃત્વમાં પ્રો-એક્ટીવ અભિગમને પરિણામે ઉદ્યોગો શરૂ કરવા માટેની જરૂરી મંજૂરીઓ અતિ ઝડપે મળી છે તે માટે આભાર દર્શાવ્યો હતો. રાજ્યમાં લેબર પીસ અને સ્કીલ્ડ વર્કફોર્સની સરળ ઉપલબ્ધિને કારણે આ ઉદ્યોગકારો પોતાનાં યુનિટ્‌સના એક્સપાન્?શન અને નવા એકમો શરૂ કરવા તેઓએ ગુજરાત પર પસંદગી ઉતારી છે તેમ જણાવ્યું હતું. સાણંદ ય્ૈંડ્ઢઝ્ર ફેઝ-૨માં ૨૦૨૪-૨૫ સુધીમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટેના આ જે ૬ સ્ર્ેં થયા છે તેમાં, એન્?જિનિયરીંગ સેક્ટરમાં આર્સેલર મિત્તલ નિપ્પન સ્ટીલ ઈન્?ડિયા લિમિટેડ, ઈન્?ગરસોલ રેન્?ડ ઈન્?ડિયા લિમિટેડ અને ટેરેક્સ ઈન્?ડિયા પ્રાઈવેટ લિમિટેડનો, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં બાયો જેનોમિક્સ લિમિટેડ તથા ર્ંસ્દ્ગૈંમ્ઇઠ બાયોટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડનો અને ટેક્ષટાઈલ સેક્ટરમાં વર્લ્ડ વાઈડ સેફ્ટી પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.આ સ્ર્ેં સાઈનીંગ અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ય્ૈંડ્ઢઝ્રના એમડી રાહુલ ગુપ્તા, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે તથા ઈન્?ડેક્ષ બી નાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *