સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ, સાવરકુંડલામાં આજરોજ પ્રેમચંદ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીની બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ પ્રેમચંદજીના કથા સાહિત્ય વિશે વક્તવ્યો આપતાં જણાવ્યું હતું કે પ્રેમચંદજીનું સાહિત્ય આજે પણ લોકપ્રિય અને જીવન ઉપયોગી છે,તે ઉદાહરણ આપી સમજાવ્યું,તથા કોલેજના કાર્યકારી આચાર્યશ્રી ચાવડા સાહેબે પ્રેમચંદના યોગદાન પર વક્તવ્ય આપી જણાવ્યું કે આજે પ્રેમચંદજીનું સાહિત્ય મૂલ્ય લક્ષી અને સમાજને કેન્દ્રમાં રાખીને લખાયું હોય આજે પણ પ્રાસંગિક છે.કાર્યક્રમનુ સંચાલન ગોંડલીયા મમતા અને સોજીત્રા કૃષાલીયે કર્યું હતું. કાર્યક્રમનું આયોજન હિન્દી વિભાગના અધ્યાપક ડો.હરિતા જોશી અને ડો.કે.પી. વાળા સાહેબે કરેલ હતું,તથા સમગ્ર સ્ટાફ પરિવારે કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપેલ હતો.


