Delhi

હીરો મોટોકોર્પના પવન મુંજાલના ઘર-ઓફિસ પર EDના દરોડા!

નવીદિલ્હી
દેશની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) એ મંગળવારે તેમના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ સમાચાર બજારમાં આવતાની સાથે જ કંપનીના શેરમાં પણ ઘટાડો નોંધાયો હતો. તે જ સમયે, ઈડ્ઢએ પવન મુંજાલ વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. ઈડ્ઢએ પવન મુંજાલ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (ઁસ્ન્છ) હેઠળ કેસ નોંધ્યો છે. ઈડ્ઢને શંકા છે કે પવન મુંજલે મની લોન્ડરિંગ કર્યું છે. આ પછી, હીરો મોટોકોર્પનો શેર બપોરે ૧ વાગ્યાની આસપાસ ૩.૪૫ ટકા ઘટ્યો હતો.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *