Delhi

ભારત અને પાકિસ્તાન હવે આ દિવસે વર્લ્ડ કપમાં ટકરાશે, નવી તારીખ જાહેર

નવીદિલ્હી
વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની સૌ કોઈ રાહ જાેઈ રહ્યા છે. શેડ્યૂલ મુજબ બંને વચ્ચે ૧૫ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થવાની હતી, પરંતુ નવરાત્રિના કારણે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ હવે આ મેચ ૧૪ ઓક્ટોબરે રમાઈ શકે છે. તાજેતરમાં, સુરક્ષા એજન્સીઓએ તારીખમાં ફેરફારને લઈને મ્ઝ્રઝ્રૈં અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સ્ટેડિયમની ક્ષમતા એક લાખ છે અને નવરાત્રિનો પ્રથમ દિવસ હોવાથી ગુજરાતમાં ઘણી જગ્યાએ ગરબાના કાર્યક્રમો યોજાય છે. આવી સ્થિતિમાં સ્ટેડિયમમાં મોટા પાયે આપવામાં આવી રહેલી સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. બીસીસીઆઈ અને આઈસીસી ટૂંક સમયમાં નવી તારીખની જાહેરાત કરી શકે છે. ટીવી ટુડેના સમાચાર મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે એક દિવસ પહેલા ૧૪ ઓક્ટોબરે મેચ રમાઈ શકે છે. આ સિવાય બીજી ઘણી મેચોના શેડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે. હાલમાં જ મ્ઝ્રઝ્રૈં સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે ૩ દેશોએ ૈંઝ્રઝ્રને પત્ર લખીને શેડ્યૂલમાં ફેરફાર કરવા કહ્યું છે. જાેકે, મેચના સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જાે આપણે ર્ંડ્ઢૈં વર્લ્ડ કપના શેડ્યૂલ પર નજર કરીએ તો મેચો ૫ ઓક્ટોબરથી ૧૯ નવેમ્બર સુધી રમવાની છે. તેમાં કુલ ૧૦ ટીમો પ્રવેશ કરી રહી છે અને ૪૮ મેચો રમાવાની છે. ર્ંડ્ઢૈં વર્લ્ડ કપના શેડ્યૂલની વાત કરીએ તો, ૧૪ ઓક્ટોબરે બે મેચ પહેલાથી જ પ્રસ્તાવિત છે. આવી સ્થિતિમાં તે દિવસે ૩ મેચ રમાશે કે કેમ તે જાેવાનું રહેશે. ચેન્નાઈમાં ડે મેચમાં ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ ટકરાશે. બીજી તરફ ૧૪ ઓક્ટોબરે બીજી મેચમાં દિલ્હીમાં અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. આ મેચમાં પણ ફેરફાર શક્ય છે. ભારતીય ટીમ ૮ ઓક્ટોબરથી ટૂર્નામેન્ટમાં પદાર્પણ કરશે. પ્રથમ મેચમાં તેને ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાનો છે. ભારતમાં પ્રથમ વખત સમગ્ર વિશ્વ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે, ૧૦ જેટલા સ્થળો કરવામાં આવ્યા છે. ફાઈનલ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતીય ટીમ ૨૦૧૩થી ૈંઝ્રઝ્ર ટ્રોફી જીતી શકી નથી, જ્યારે ૨૦૧૧ પછી કોઈ વર્લ્ડ કપ ટાઈટલ જીતી શકી નથી.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *