Gujarat

સુરતમાં સહકારી મંડળીમાં ટેકનિકલ ખામી સર્જાતા યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઇનો લાગી

સુરત
સુરત જિલ્લાના ખેડૂતો ભારે વરસાદ બાદ હવે યુરિયા ખાતર માટે સંઘર્ષ કરી રહ્યા છે. એક તરફ ખાતરની અછત છે, તો બીજી તરફ સહકારી મંડળીમાં ટેકનિકલ ખામી સર્જાતા યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઇનો લાગી છે. સમયસર યુરિયા ખાતરનો જથ્થો નહી મળતા કલાકો સુધી ખેડૂતો લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. માંગરોળ, ઉમરપાડા સહિત સમગ્ર વિસ્તારમાં યુરિયા ખાતરની સહકારી ડેપો અને મંડળીમાં અછત સર્જાતા ખેડૂતો પરેશાન છે.છેલ્લા ત્રણ ચાર દિવસથી માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ખાતરનો નહિવત જથ્થો આવે છે. જેથી વાંકલ સહકારી મંડળી સહિતની મંડળીઓમાં વહેલા તે પહેલાના ધોરણે ખાતરનું વેચાણ થઈ રહ્યું છે. ખેડૂતોએ પાકની વાવણી કરી નાંખી છે ત્યારે હાલ ખેડૂતોને યુરિયા ખાતરની ખૂબ જરૂર છે. ત્યારે ખેડૂતોને સમયસર ખાતરનો જથ્થો પૂરતો નહી મળતા ખેડૂતો પરેશાન થયા છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *