અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી બાદ ય્ેં ને પણ પ્રથમ મહિલા કુલપતિ મળ્યા છે. એલડી એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સિપાલ ડોકટર રાજુલ ગજ્જરની કુલપતિ પસંદગી કરાઈ છે. ડો. રાજુલ ગજ્જર એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ છે. તેમજ વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. અગાઉ ૧ જૂન ૨૦૧૬થી ૩૦ ડિસેમ્બર ૨૦૧૬ સુધી ય્ેંના ઇન્ચાર્જ કુલપતિ પણ રહી ચૂક્યા છે. અત્યારે છઝ્રઁઝ્ર અંતર્ગત થતી એન્જીનીયરીંગ અને ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા ડોક્ટર રાજુલ ગજ્જરના નેતૃત્વ થઈ રહી છે. ૩૧ ઓક્ટોબરે તેઓ નિવૃત્ત થવાના હતા એ અગાઉ તેમને ય્ેં માં પ્રથમ મહિલા કુલપતિ તરીકે નિયુક્તિ અપાઈ. આગામી ત્રણ વર્ષ સુધી ડોક્ટર રાજુલ ગજ્જર ય્ેં ના કુલપતિ તરીકે કાર્યભાર સાંભળશે. છેલ્લા ૮ મહિનાથી ય્ેં ઇન્ચાર્જ કુલપતિના સહારે ચાલતી હતી, ૮ મહિનાના અંતે કુલપતિની નિમણુક થઈ.


