Maharashtra

ફિલ્મ મેકર્સને ચાર એક્ટ્રેસ સિવાય બીજુ કોઈ દેખાતું નથી ઃ નોરા ફતેહી

મુંબઈ
ટોરેન્ટોથી બોલિવૂડમાં આવેલી નોરા ફતેહીને ડાન્સર અને મોડેલ તરીકે ખૂબ પ્રશંસા મળી છે. ફિલ્મમાં આઈટમ સોન્ગ માટે નોરાની પસંદગી થાય છે, પરંતુ તેને લીડ રોલ ખાસ ઓફર થતા નથી. નોરાએ બોલિવૂડમાં પોતાની સંઘર્ષ યાત્રા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ફિલ્મ મેકર્સને ચાર એક્ટ્રેસ સિવાય બીજુ કોઈ દેખાતું નથી. નોરાને ડાન્સ સોન્ગ કરવામાં વાંધો નથી, પરંતુ એક્ટર તરીકે પણ પોતાની ગણતરી થાય તેવી ઈચ્છા છે. ૩૧ વર્ષની નોરાએ ૨૦૨૦ના વર્ષમાં ‘સ્ટ્રીટ ડાન્સર ૩ ડ્ઢ’ થી બોલિવૂડમાં ડગ માંડ્યા હતા. નોરાએ ઘણી ફિલ્મોમાં આઈટમ સોન્ગ કર્યા છે. આગામી સમયમાં નોરાને એક્ટર તરીકે પરફોર્મ કરવાની તક પણ મળી છે. એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં નોરાએ જણાવ્યું હતું કે, પોતે સારી ડાન્સર હોવાનું ડાયરેક્ટર્સને સમજાવવાનું પણ અઘરું હતું. ફિલ્મ મેકર્સ ઓછા નથી, પરંતુ ચાન્સ આપવા કોણ તૈયાર છે તે મહત્ત્વનું છે. નોરાનું માનવું છે કે, સારી ડાન્સર હોવાના એક માત્ર કારણથી ફિલ્મોમાં રોલ મળી જતા હોય તે વાતમાં દમ નથી. ટોચની હીરોઈનો પણ ખૂબ સુંદર પરફોર્મન્સ આપી શકે છે. હીરોઈન બનવા માટે ડાન્સિંગ સ્કિલ ફરજિયાત છે. પોતાની વાત કરતા નોરાએ જણાવ્યું હતું કે, ડાન્સ ઉપરાંત એક્ટિંગ અને લેન્ગવેજ સ્કિલ પણ મહત્ત્વના છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ચાન્સ આપવા કોણ તૈયાર થાય છે. પહેલ કરવાની હિંમત દર્શાવનાર ડાયરેક્ટર મળવા જરૂરી છે અને દરેક એક્ટર તેની રાહ જાેતા હોય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ તીવ્ર સ્પર્ધા હોવાનું જણાવીને નોરાએ દાવો કર્યો હતો કે, ફિલ્મ મેકર્સ માત્ર ચાર હીરોઈનમાંથી જ કોઈની પસંદગી કરે છે. વળી આ હીરોઈન પાસે અગાઉથી ઘણું કામ હોય છે. વર્ષ દરમિયાન ઢગલાબંધ ફિલ્મો બનતી નથી અને તેના કારણે ફિલ્મ મેકર્સને પોતાની નજર સામે હોય તે વિકલ્પ જ દેખાય છે. તેથી ચાર એક્ટ્રેસ જ વારંવાર ફિલ્મો કરતી હોય તો વારાફરતી તેમને ફિલ્મો મળ્યા કરે છે. ફિલ્મ મેકર્સ આ ચાર સિવાય અન્ય કોઈનો વિચાર કરતા નથી અને તેના કારણે તે લોકોને નોન-સ્ટોપ પ્રોજેક્ટ્‌સ મળ્યા કરે છે. ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટો પડકાર આ ચાર હીરોઈન ઉપરાંતના પાંચમા વિકલ્પ તરીકે સ્થાન જમાવવાનો છે. નોરાએ પોતાની કરિયર માટે આ વર્ષ સારું રહ્યું હોવાનું જણાવ્યું હતું. આ વર્ષે એક પછી એક ફિલ્મોના શૂટિંગ ચાલ્યા છે. જેથી આગામી વર્ષે ઘણી ફિલ્મો રિલીઝ થશે. ફિલ્મમાં લીડ રોલ માટે લાંબા સમયથી રાહ જાેતી હતી અને આ વર્ષ તે ઈચ્છા પૂરી થઈ છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટની કોમેડી ફિલ્મમાં નોરા લીડ રોલ કરી રહી છે અને આ ઉપરાંત અન્ય પ્રોજેક્ટ્‌સ પણ ફાઈનલ થયા છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *